ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ત/ત્રીસ વરસની સગાઈ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ત્રીસ વરસની સગાઈ

વસુબહેન ભટ્ટ

ત્રીસ વરસની સગાઈ (વસુબહેન ભટ્ટ; ‘ઘડી અષાઢ ને ઘડીક ફાગણ’, ૧૯૮૦) ઑફિસ અને એના માણસો સાથે ત્રીસ વર્ષ સુધી કર્તવ્યપરાયણતાથી સંકળાયેલા દયાશંકરને નિવૃત્તિદિને વિદાય લેતા ઉષ્માહીનતાનો અનુભવ કેવો દઝાડે છે એ આ વાર્તાનું મુખ્ય હાર્દ છે. અપેક્ષાનું કલ્પેલું જગત અને કઠોર વાસ્તવિકતાનો સામનો વાર્તામાં ઠીક ઠીક રીતે ઊપસ્યાં છે.
ચં.