ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અદ્ભુતાનંદ
Jump to navigation
Jump to search
અદ્ભુતાનંદ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ - અવ. ઈ.૧૮૭૩] : સ્વામિનારાયણસંપ્રદાયના સાધુ. ઝાલાવાડમાં કડવા પાટીદાર દશલાણિયા કુટુંબમાં જન્મ. મૂળ નામ કલ્યાણદાસ. પિતા સંધા પટેલ. માતા દેવુબાઈ.ઈ.૧૮૦૫માં સહજાનંદ સ્વામીને મળ્યા પછી, લગ્ન બાદ તુરત જ પોતાના મામા અજા પટેલ (પૂર્ણાનંદ) સાથે સહજાનંદ સ્વામી પાસે જ દીક્ષા. એમણે કહેલી ૨૨૩ વાતો (મુ.)માં સહજાનંદના જીવનપ્રસંગોનું અને એમની ચમત્કારપૂર્ણ લીલાઓનું આલેખન છે. અદ્ભુતાનંદને નામે ‘લીલા-ચરિત્ર’ નામની કૃતિનો ઉલ્લેખ મળે છે, જે ઉપર્યુક્ત કૃતિ જ હોવાની સંભાવના છે. કૃતિ : શ્રીહરિની અદ્ભુત વાતો (+સં.) સં. શાસ્ત્રી હરજીવનદાસ, ઈ.૧૯૭૩ સંદર્ભ : સદ્વિદ્યા, જાન્યુ. ૧૯૫૪ - ‘સત્સંગના સંતો’, રમણલાલ અં. ભટ્ટ.[હ.ત્રિ.]