ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દયાસિંહ ગણિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


દયાસિંહ(ગણિ) [ઈ.૧૪મી સદી અંતભાગ ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : વૃદ્ધતપાગચ્છ-રત્નાકરગચ્છના જૈન સાધુ. જયતિલસૂરિના શિષ્ય. આચાર્યપદ ઈ.૧૩૯૬. ૧૭૫૭ ગ્રંથાગ્રના ‘સંગ્રહણી પ્રકરણ-બાલાવબોધ’ (ર. ઈ.૧૪૪૧/સં. ૧૪૯૭, બીજા શ્રાવણ સુદ ૧૪, શુક્રવાર) તથા ૪૮૬૭ ગ્રંથાગ્રના ‘લઘુક્ષેત્રસમાસ પ્રકરણ-બહાલાવબોધ’ (ર.ઈ.૧૪૭૩/સં. ૧૫૨૯, મહાવદ ૧૧, શનિવાર)ના કર્તા. એમણે સંસ્કૃતમાં ‘મલયાસુંદરી-ચરિત્ર’ આદિ કેટલાંક ચરિત્રગ્રંથો ને સ્તવનો રચ્યાં હોવાની માહિતી મળે છે. સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ : ૩, મુનિશ્રી દર્શનવિજય વગેરે, ઈ.૧૯૬૪;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.] દયાસૂર [ઈ.૧૮૦૪ સુધીમાં] : કર્તાનામ દયાસૂરિ હોઈ શકે અથવા ગુરુશિષ્યનાં નામ જોડાયેલાં હોય તો દયાશિષ્ય સૂર પણ હોઈ શકે. એમને નામને ‘સરસ્વતી-છંદ’ તથા ૪ કડીની ‘ચોવીસ જિનની થોય’ (લે. ઈ.૧૮૦૪) મળે છે. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. રાહસૂચી : ૧.[શ્ર.ત્રિ.]