ધર્મ-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. પંડિત સુમતિચંદ્રના શિષ્ય. વિજ્યદેવસૂરિ (આચાર્યકાળ ઈ.૧૬૦૦થી ૧૬૫૭) મારવાડમાં આવ્યા ત્યારે તેમના થયેલા સ્વાગતનું વર્ણન કરતી ૧૩ કડીની ‘વિજ્યદેવસૂરિ-સઝાય’ (લે. ઈ.૧૬૪૨; મુ.)ના કર્તા. કૃતિ : ઐસમાલા : ૧. [ચ.શે.]