પુણ્યપ્રધાન [ઈ.૧૬૨૧ પહેલાં] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિના શિષ્ય. ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’ના કર્તા. મેડતાના ઈ.૧૬૨૧/સં.૧૬૭૭, જેઠ વદ ૫ ના શિલાલેખમાં એમનું નામ ઉલ્લેખાયેલું હોવાથી પ્રસ્તુત કર્તાને ત્યાં સુધીમાં થયેલા ગણી શકાય. સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ.[શ્ર.ત્રિ.]