ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રીતિવિમલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પ્રીતિવિમલ [ઈ.૧૫૯૩-ઈ.૧૬૧૦ દરમ્યાન હયાત] : તપગચ્છના જૈન સધુ. આનંદવિમલસૂરિની પરંપરમાં જયવિમલના શિષ્ય. તેમણે નીચે મુજબની કૃતિઓ રચેલ છે : ‘મૃગાંકકુમાર પદ્માવતી ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૫૯૩), ‘ચંપકશ્રેષ્ઠિની કથા’ (ર.ઈ.૧૫૯૫), ૯૧૪ કડીનો ‘અષ્ટપ્રકારી પૂજાબંધ/રાસ’ (ર.ઈ.૧૬૦૦; મુ.), ‘દાન શીલતપભાવના-રાસ’ (ર.ઈ.૧૬૦૨), ૩૩૩ કડીનો ‘વીરસેન-રાસ’, ૭૨ કડીનું ‘કર્મવિપાક કર્મગ્રંથવિચાર ગર્ભિત-સ્તવન’ (ર.ઈ.૧૬૧૦), ૧૮ કડીની ‘ઈરિયાવહી-સઝાય/ઈર્યાપથિકા-આલોયણ-સઝાય’ (મુ.), ૫૬ કડીનું ‘એકસોવીસ કલ્યાણક-ગર્ભિતજિન-સ્તવન’ (મુ.), કળિયુગનાં લક્ષણોનું નિરૂપણ કરતી ૧૨ કડીની ‘કલિયુગની સઝાય’ (મુ.) ૫ ઢાળ ને ૫૪/૫૭ કડીનું ‘ગોડીપર્શ્વનાથબૃહદ-સ્તવન/પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન/વૃદ્ધ-સ્તવન’ (મુ.), ૬ કડીનો ‘નવકારમંત્રનો છંદ’ (મુ.), ૭ કડીની ‘પચખ્ખાણની સઝાય’ (મુ.), ૧૩ કડીનું ‘પૂજાવિધિઆશ્રયી શ્રીસુવિધિનાથજિન-સ્તવન’(મુ.) તથા ૧૬ કડીની ‘સાત વ્યસન-સઝાય’ અને અન્ય સઝાયો. આ પૈકી ‘ગોડીપાર્શ્વનાથબૃહદ્-સ્તવન’ ‘જૈહાપ્રોસ્ટા’માં ભૂલથી વિમલપ્રભને નામે નોંધાયેલ મળે છે. કૃતિ : ૧. કસસ્તવન; ૨. જિભપ્રકાશ; ૩. જૈસમાલા(શા) : ૧; ૪. જૈસસંગ્રહ(ન.); ૫. પ્રાછંદસંગ્રહ; ૬. પ્રાસપસંગ્રહ : ૧; ૭. પ્રાસ્તરત્નસંગ્રહ : ૨; ૮. મોસસંગ્રહ. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય;  ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૫. જૈહાપ્રોસ્ટા; ૫. ડિકૅટલૉગબીજે; ૭. મુપુગૂહસૂચી; ૮. લીંહસૂચી; હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]