ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માધવ-માધવદાસ-માધોદાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


માધવ/માધવદાસ/માધોદાસ : માધવને નામે કૃષ્ણવિરહના ‘સાત વાર’(મુ.), ‘કૃષ્ણવિરહના બારમાસ’, ‘કૃષ્ણનું પારણું’, ‘કક્કો’ (ર.ઈ.૧૮૧૯/સં.૧૮૭૫, આસો વદ ૯, મંગળવાર) અને પદો મળે છે, તથા ૨૩ કડીનો ‘કલ્યાણજીનો સલોકો’ નામે જૈન કૃતિ મળે છે. માધવદાસને નામે મળતી ૧૦ પદનો ‘વિઠ્ઠલનાથજીનો વિવાહ’(મુ.) ને ‘કૃષ્ણરાધાની સોગઠી’(લે.ઈ.૧૭૯૯) કૃતિઓ માધવદાસ-૨ની હોવાની સંભાવના છે. એ સિવાય આ નામે ૨૬ કડીની ‘ગોકુળલીલા’(મુ.), ‘શ્રીનાથજી મહારાજના શણગારનું પદ’ તથા કેટલાંક પદ(મુ.) મળે છે. મધોદાસને નામે વ્રજમાં રચાયેલાં કૃષ્ણભક્તિનાં પદ(૮ મુ.) મળે છે. આ કૃતિઓના કર્તા કયા માધવ/માધવદાસ/મધોદાસ છે તે નિશ્ચિત રીતે કહી શકાય એમ નથી. કૃતિ : ૧. ઉદાધર્મ ભજનસાગર, પ્ર. દ્વારકાદાસ ક. પટેલ (માસ્તર), ઈ.૧૯૨૬; ૨. નવરાત્રિમાં ગાવાના ગરબાસંગ્રહ : ૧, સં. અમરચંદ ભોવાન. ઈ.૧૮૭૬; ૩. નકાદોહન; ૪. પુષ્ટિપ્રસાદી, પ્ર. શ્રી ગોવર્ધન સત્સંગ મંડળ, ઈ.૧૯૬૬; ૫. ભસાસિંધુ; ૬. શ્રી ગોકુલેશજીનાં ધોળ તથા પદસંગ્રહ, પ્ર. લલ્લુભાઈ છ. દેસાઈ, ઈ.૧૯૧૬. સંદર્ભ  : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ; ૩. પ્રાકારૂપરંપરા;  ૪. ગૂહાયાદી; ૫. ફૉહનામાવલિ. [ર.સો.; કી.જો.]