ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માલ મુનિ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


માલ(મુનિ)-૧ [ઈ ૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. ખૂબચંદ સંતાનીય નાથાજીના શિષ્ય. ‘અષાઢભૂતિનું ચોઢાળિયું/અષાઢમુનિનો રાસ’ (ર.ઈ.૧૭૫૪/ઈ.૧૭૬૧/સં. ૧૮૧૦/સં. ૧૮૧૭, અસાડ સુદ ૨; મુ.), ૧૭ કડીની ‘રાજમતિ-સઝાય’ (ર.ઈ.૧૭૬૬/સં. ૧૮૨૨, કારતક સુદ ૧૫; મુ.), ધન્નાકાકડીનું ચોઢાળઇયું’ (ર.ઈ.૧૭૬૯; મુ.), નટડીમાં મોહેલા પણ પછી એક જૈન સાધુનો વિરક્તિ ભાવ જોઈ મોહત્યાગ કરતા એલાચીકુમારની કથા કહેતી ‘એલાચીકુમાર છઢાળિયું’ (ર.ઈ.૧૭૯૯/સં. ૧૮૫૫, જેઠ-; મુ.), ‘ઈષુકાર કમલાવતી ષટઢાળિયું’ (ર.ઈ.૧૭૯૯/સં. ૧૮૫૫, જેઠ વદ ૩; મુ.), હિંદી ભાષામાં ‘અંતરંગકરણી’, ગજસુકુમાર અને કૃષ્ણના અન્ય ૬ ભાઈઓની રસપ્રદ અને બોધકથા કહેતી ૨૧ ઢાળનો ‘ષટબંધવનો (છ ભાઈનો)-રાસ’ (ર.ઈ.૧૮૦૧/સં. ૧૮૫૭, કારતક-) અને ‘આષાઢભૂતિ-સઝાય’ના કર્તા. કૃતિ : ૧. જૈસમાલા(શા) : ૧, ૩; ૨. જૈસસંગ્રહ(જૈ); ૩. જૈસસંગ્રહ(ન); ૪. રત્નસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. દેવકી છ ભાયારો રાસ, સં. બિપિન ઝવેરી, ઈ.૧૯૫૮; ૪. મરાસસાહિત્ય;  ૫. જૈગૂકવિઓ : ૩(૧); ૬. મુપૂગૂહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]