ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લભકુશલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વલ્લભકુશલ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. ધીરકુશલની પરંપરામાં સુંદરકુશલના શિષ્ય. ‘શ્રેણિક-રાસ’ (ર.ઈ.૧૭૧૮/સં.૧૭૭૫, કારતક વદ ૧૩, રવિવાર), ૧૦ ઢાળની દુહા-ચોપાઈ બંધમાં રચાયેલી વર્ણનાત્મક ઐતિહાસિક ‘હેમચન્દ્રગણિ-રાસ’ (ર.ઈ.૧૭૩૬/સં.૧૭૯૩, માગશર સુદ ૨, મંગળવાર; મુ.) કૃતિના કર્તા. કૃતિ : જૈઐકાસંચય. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]