ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લભજી-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વલ્લભજી-૧ [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. તેઓ ‘કાકા વલ્લભજી’ને નામે જાણીતા હતા. સં. ૧૭૨૬ પછી ઔરંગઝેબના વ્રજ પર થયેલા આક્રમણને કારણે શ્રીનાથજી મેવાડ પધાર્યા એ ઐતિહાસિક પ્રસંગને વિષય બનાવી રચાયેલા કાવ્ય તથા ‘ભગવદીયનામમણિમાલા’ કૃતિના કર્તા. સંદર્ભ : પુગુસાહિત્યકારો. [ર.સો.]