ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિયતિવાદ
Jump to navigation
Jump to search
નિયતિવાદ (Determinism) : સ્વતંત્ર સંકલ્પશક્તિથી વિરુદ્ધનો સિદ્ધાન્ત કે વાદ માને છે કે કુદરત નિયમપૂર્ણ છે અને પ્રત્યેક ઘટના પાછળ કારણ છે. મનુષ્યના નિર્ણયો, એની પસંદગીઓ, એનાં કાર્યો સંપૂર્ણ એને સ્વાધીન નથી. એનાં ચરિત્ર પર આનુવંશિક કે પર્યાવરણનાં પરિબળો અસર કરતાં હોય છે. આમ છતાં નિયતિવાદ એ દૈવવાદ કે પ્રારબ્ધવાદ (Fatalism)નો પર્યાય નથી. દૈવવાદ માને છે કે પ્રત્યેક ઘટના પૂર્વનિર્ણિત અને અનિવાર્ય છે અને જીવન સંપૂર્ણ ભાગ્યવશ છે. ક્યારેક ન સમજાતાં કારણોને દૈવવાદ પૂર્વજન્મના સંસ્કાર સાથે સાંકળે છે.
હ.ત્રિ.