ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિયંત્રક કલ્પન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નિયંત્રક કલ્પન (Controlling Image) : આ પ્રકારના કલ્પનને ‘કેન્દ્રસ્થ’ કલ્પન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રકારનું કલ્પન કાવ્યમાં પ્રભાવ જન્માવે છે. કાવ્યને નિયંત્રિત કરે છે અને એનું એકત્વ રચે છે. કાવ્ય આ પ્રકારનાં કેન્દ્રસ્થ કલ્પનનો પ્રગટ કે અપ્રગટપણે સતત નિર્દેશ કર્યા કરે છે. કલ્પન સાથે સંકળાયેલા કાર્ય ઉપરાંત કેન્દ્રસ્થ કલ્પન વસ્તુવિષયક અને સંરચનાવિષયક કાર્ય પણ કરે છે. ચં.ટો.