ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વ્યાકરણતાની માત્રા
Jump to navigation
Jump to search
વ્યાકરણતાની માત્રા(Degree of Grammaticality) : કોઈપણ નવા વાક્યનો અર્થ, ઘટકોના અર્થ અને ઘટકોની સંયોજનાના અપૂર્વ કાર્ય પર નિર્ધારિત છે. પરંતુ એમાં જો અનિચ્છનીય ઘટકની હાજરી કે એમાં અધિકૃત ઘટકની ગેરહાજરી કે એમાં ઘટકોનો અપક્રમ હોય તો વાક્યમાં વિકાર જોઈ શકશે. આમ વ્યાકરણની માત્રાને આધારે વ્યાકરણિક, અર્ધ વ્યાકરણિક અને અવ્યાકરણિક વાક્યોનું સર્જન થાય છે. ચૉમ્સ્કીએ દર્શાવેલી વ્યાકરણતાની આ માત્રાની સાથે સાહિત્યની વિચલિત ભાષાને નિકટનો સંબંધ છે. આની જાણકારી કવિતાની કેટલીક દુર્બોધતાને અંકે કરવામાં સહાયક નીવડી શકે. ચં.ટો.