ગુજરાત વિદ્યાપીઠની ગુજરાતી શોધનિબંધ સંદર્ભસૂચિ/નવલિકા (પીએચ.ડી.)

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૩. નવલિકા
૧. શીર્ષક : ગુજરાતી દલિત વાર્તાકારો : એક અધ્યયન (પાંચ વાર્તાકારો મોહન પરમાર, જોસેફ મેકવાન, ધરમાભાઈ શ્રીમાળી, હરીશ મંગલમ્ તથા બી. કેશરશિવમૂના વિશેષ સંદર્ભમાં)
સંશોધક : દિલીપકુમાર ચાવડા
માર્ગદર્શક : ડૉ. ઉષા ઉપાધ્યાય
સંશોધન વર્ષ : ૨૦૦૬

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધ પાંચ પ્રકરણોમાં વિભાજીત છે. આ શોધકાર્યમાં પાંચ દલિત વાર્તાકારોના વાર્તાસંગ્રહોને આધારે શોધકાર્ય થયું છે. પ્રથમ પ્રકરણમાં ‘ગુજરાતી ટૂંકીવાર્તા : સાહિત્ય સ્વરૂપ’ની ચર્ચા થઈ છે. બીજાં પ્રકરણમાં ‘ગુજરાતી ટૂંકીવાર્તાની વિકાસરેખા’ તથા તે સમયની વાર્તાના મુખ્ય ઉદ્દેશ, સમાજ, ભાષા, વર્ણન, શબ્દ, બોલી વગેરેની ઊંડાણપૂર્વકની ચર્ચા કરી છે. ત્રીજાં પ્રકરણમાં દલિતસાહિત્યની વ્યાખ્યા અને ગુજરાતી દલિત સાહિત્ય : ઉદ્ભવ અને વિકાસ સંદર્ભે વિચારણા થઈ છે. ‘દલિત’ શબ્દની ઉત્પત્તિ, તેનો અર્થ તેમ જ તેના વિવિધ પ્રકારોની આલોચના અહીં થઈ છે. ચોથાં પ્રકરણમાં દલિત વાર્તા લખનાર પાંચ વાર્તાકારોનાં સાહિત્યિક યોગદાનની વિગતો અપાઈ છે. પાંચમાં પ્રકરણમાં ઉપરોક્ત ગુજરાતી દલિત વાર્તાકારોનું સમગ્રલક્ષી મૂલ્યાંકન તેમ જ તેમની વાર્તાની વિશેષતા, નારીપાત્રોની વિશેષતા, તેમની ભાષા, બોલી, વર્ણનની વિશેષતા વગેરેની ગહન ચર્ચા થઈ છે. અંતે સંદર્ભસૂચિ આપવામાં આવી છે.