દક્ષિણાયન/સુન્દરમ્: જીવનવહી અને સાહિત્યસર્જન

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સુન્દરમ્: જીવનવહી અને સાહિત્યસર્જન

૧૯૦૮: ૨૨મી માર્ચ: જન્મ, ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મિયાં-માતર ગામે. જન્મનામ: ત્રિભુવનદાસ. પિતાનું નામ: પુરુષોત્તમદાસ લુહાર, માતાનું નામ: ઊજમબહેન. ૧૯૧૭: લગ્ન: મંગળાબહેન સાથે. અભ્યાસ: મિયાં-માતરમાં ગુજરાતી સાત ધોરણ સુધી. આમોદની શાળામાં અંગ્રેજી પાંચ ધોરણ સુધી. ભરૂચમાં. છોટુભાઈ પુરાણીની રાષ્ટ્રીય ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં એક વર્ષ. ૧૯૨૫-૨૭: ભરૂચમાંથી ‘વિનીત’ થઈ, અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠમાં. ત્યાંના ત્રૈમાસિક ‘સાબરમતી’માંના ઉત્તમ લેખ માટે ‘તારાગૌરી ચંદ્રક. ૧૯૨૬: ‘સાબરમતી’માં ‘મરીચિ’ ઉપનામથી ‘એકાંશ દે’ – એ- પ્રથમ કાવ્યની પ્રસિદ્ધિ. ૧૯૨૮-૨૯: ‘સાબરમતી’માં ‘બારડોલી’ને – એ કાવ્ય ‘સુન્દરમ્’ના નામથી પ્રસિદ્ધ ‘સાબરમતી’ના તંત્રી. ૧૯૨૯: સંસ્કૃત-અંગ્રેજી સાથે બીજા વર્ગમાં ‘ભાષાવિશારદ’. સોનગઢ ગુરુકુળમાં અધ્યાપક. ૧૯૩૦: ઉમાશંકર સાથે મૈત્રી. ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં જોડાયા. એમની કાવ્યદીક્ષા જેવું કાવ્ય ‘બુદ્ધનાં ચક્ષુ’નું સર્જન. ૧૯૩૩: પ્રથમ કાવ્યસંગ્રહ ‘કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીતો’નું પ્રકાશન. બીજા કાવ્યસંગ્રહ ‘કાવ્યમંગલા’નું પ્રકાશન. ૧૯૩૪: જ્યોતિ સંઘમાં શિક્ષક. ‘કાવ્યમંગલા’ માટે રણજિતરામ સુવર્ણચંદ્રક. વર્ષના અંતભાગમાં દક્ષિણ ભારતની યાત્રા. ૧૯૩૮: ‘ત્રિશૂળ’ ઉપનામથી પ્રસિદ્ધ થયેલી વાર્તાઓનો પ્રથમ સંગ્રહ ‘હીરાકણી અને બીજી વાતો’નું પ્રકાશન. ૧૯૩૯: કાવ્યસંગ્રહ ‘રંગ રંગ વાદળિયાં’ (બાળકાવ્યો) નુંપ્રકાશન. બીજા વાર્તાસંગ્રહ ‘ખોલકી અને નાગરિકા’અને ચોથા કાવ્યસંગ્રહ ‘વસુધા’નું પ્રકાશન. ૧૯૪૦: ત્રીજા વાર્તાસંગ્રહ ‘પિયાસી’નું પ્રકાશન. પોંડિચેરીમાં શ્રી અરવિંદદર્શન. બોધાયનકૃત ‘ભગવદજ્જુકીયમ્’નો અનુવાદ પ્રકાશિત ૧૯૪૧: ‘દક્ષિણાયન’ પ્રવાસગ્રંથનું પ્રકાશન ૧૯૪૩: પોંડિચેરીમાં શ્રીઅરવિંદદર્શન (બીજી વાર) ૧૯૪૪: શુદ્રકકૃત ‘મૃચ્છકટિકમ્’ના અનુવાદનું પ્રકાશન. ૧૯૪૫: ચોથા વાર્તાસંગ્રહ ‘ઉન્નયન’નું પ્રકાશન. ‘ખોલકી અને નાગરિકા’માં નવી પાંચ વાર્તાઓ સાથે સંવર્ધિત આવૃત્તિ રૂપે પ્રકાશન. બુધસભા, મિજલસ, પ્રગતિશીલ સાહિત્ય મંડળ, લેખક મિલન જેવી સંસ્થાઓના સંસ્થાપન – સંચાલનમાં સહાય, શ્રીઅરવિંદ આશ્રમ, પોંડિચેરીમાં સપરિવાર નિવાસ. ૧૯૪૬: પ્રથમ વિવેચનગ્રંથ ‘અર્વાચીન કવિતા’નું પ્રકાશન. ‘અર્વાચીન કવિતા’ને મહીડા પારિતોષિક, ૧૯૪૭ ૧૫ મી ઑગસ્ટથી શરૂ થયેલ ત્રૈમાસિક ‘દક્ષિણા’ના તંત્રી. ૧૯૫૦ ‘શ્રીઅરવિંદ મહાયોગી’ (જીવનચરિત્ર) નું પ્રકાશન. ૧૯૫૧: પાંચમા કાવ્યસંગ્રહ ‘યાત્રા’નું પ્રકાશન. ૧૯૫૪: ચિદમ્બરમ્‌ ખાતે પી. ઈ. એન. યોજિત ત્રીજી અખિલ ભારતીય લેખક પરિષદમાં ભાગ લીધો. ૧૯૫૫: ‘યાત્રા’માટે નર્મદ સુવર્ણચંદ્રક. ૧૯૫૯: ગુજરાતી સાહિત્ય પરિષદના અમદાવાદ ખાતેના વીસમા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ. ૧૯૬૧: જર્મન નાટ્યકાર, અનર્સ્ટ ટોલરના ‘ટ્રાન્સફિગ્યુરેશન’ના ‘કાયાપલટ’ નામના અનુવાદનું પ્રકાશન. ૧૯૬૫: ટોલરના ‘માસિઝ ઍન્ડ મૅન’નાટકના ‘જનતા અને જન’ નામના અનુવાદનું પ્રકાશન. બીજા વિવેચનગ્રંથ ‘અવલોકના’નું પ્રકાશન. ૧૯૬૭: ‘ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા’માં મુંબઈ યુનિ.માં વ્યાખ્યાનો ૧૯૬૮: ‘ચિદંબરા’ લેખસંગ્રહનું પ્રકાશન ૧૯૬૯-: ‘અવલોકન’ માટે સાહિત્ય અકાદમી – દિલ્હીનું પારિતોષિક. બીજી સપ્ટેમ્બરે મંગળાબહેનનું અવસાન. ડિસેમ્બરમાં જૂનાગઢ ખાતે યોજાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના પચીસમા અધિવેશનના પ્રમુખ. ‘તપોવન’ ગ્રંથનો અર્પણ-સમારંભ. ૧૯૭૪: શ્રીઅરવિંદ તત્ત્વજ્ઞાન વ્યાખ્યાનમાળા, વલ્લભવિદ્યાનગર, ઝામ્બિયા (આફ્રિકા)માં શ્રીઅરવિંદ શિબિર. ‘ઐસી હૈ જિન્દગી’(અનુવાદ) નું પ્રકાશન. ૧૯૭૭: ‘તારિણી’ અને ‘પાવકના પંથે’વાર્તાસંગ્રહોનું પ્રકાશન. ‘વાસંતી પૂર્ણિમા’ નાટ્યસંગ્રહનું પ્રકાશન. ૧૯૭૮: ‘સાહિત્ય ચિંતન’ (સાહિત્યલેખો), ‘સમર્ચના’ (ચારિત્ર્યપ્રધાન લેખો). सा विद्या (તત્ત્વચિંતનના લેખો)નું પ્રકાશન ૧૯૭૯: દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સૂરતમાં શ્રી અરવિંદ વિશે પાંચ વ્યાખ્યાનો. ૧૯૮૩: ૐપુરી નગરનું માતર પાસે વાત્રક-તટે ખાતમુહૂર્ત: ૧૧-૧૧-૧૯૮૩. ૧૯૮૪: અમૃત મહોત્સવની ઉજવણી અંબાજી તથા મિયાં-માતરમાં. ૧૯૮૫: ‘પદ્મભૂષણ’ ઍવૉર્ડ એનાયત (૧૬-૩-૧૯૮૫) ૧૯૮૭: દિલ્હી સાહિત્ય અકાદમીના કાર્યમંડળમાં નિયુક્તિ. ફ્રાન્સના પૅરિસમાં શ્રીઅરવિંદ શિબિર. લંડનમાં શ્રીઅરવિંદ હાઉસનું નિર્માણ (૨૩-૯-૧૯૮૭). ૧૯૮૯: લંડનની શ્રીઅરવિંદ હાઉસમાં શ્રીમાતાજી તથા શ્રીઅરવિંદની છબીઓનું અનાવરણ. ૧૯૯૦: ગુજરાત સરકાર તરફથી ‘શ્રી નરસિંહ મહેતા પુરસ્કાર’ (૨૫-૧-૧૯૯૦). ‘વરદા’ કાવ્યસંગ્રહનું પ્રકાશન. ૧૯૯૧: દેહોત્સર્ગ (૧૩-૧-૧૯૯૧). ‘મુદિતા’ કાવ્યસંગ્રહનું પ્રકાશન. ૧૯૯૨: ‘ઉત્કંઠા’ કાવ્યસંગ્રહનું પ્રકાશન. ૧૯૯૩: ‘અનાગતા’કાવ્યસંગ્રહનું પ્રકાશન. ૧૯૯૫: ‘લોકલીલા’ (આખ્યાનકાવ્ય), ‘ઈશ’ (કાવ્યસંગ્રહ), ‘સાવિત્રીના કાવ્યખંડો’(કાવ્યાનુવાદ), ‘પલ્લવિતા’ (કાવ્યસંગ્રહ) અને ‘મહાનદ’ (કાવ્યસંગ્રહ)નું પ્રકાશન. ૧૯૯૭: ‘પ્રભુપદ’, ‘અગમ નિગમા’ અને ‘પ્રિયંકા’ કાવ્યસંગ્રહોનું તેમ જ नित्यश्लोक (કાવ્યગ્રંથ)નું પ્રકાશન. ૧૯૯૮: ‘નયા પૈસા’ તેમ જ ‘વરદા’ કાવ્યસંગ્રહોનું પ્રકાશન. (‘વરદા’ની બીજી આવૃત્તિમાં ‘વરદા’, ‘મુદિતા’, ‘ઉત્કંઠા’ અને ‘અનાગતા’ સમાવિષ્ટ છે.) ૧૯૯૯: ‘ચક્રદૂત’ કાવ્યસગ્રંહનું પ્રકાશન. ૨૦૦૦: ‘લોકલીલા’ કાવ્યસંગ્રહનું પ્રકાશન. ૨૦૦૨: ‘દક્ષિણા-૧’ તથા ‘દક્ષિણા-૨’નું પ્રકાશન. ચંદ્રકાન્ત શેઠ સંપાદિત ‘સુન્દરમ્‌ની શ્રેષ્ઠ વાર્તાઓ’નું પ્રકાશન.