સાહિત્ય પલ્લવ – ભાગ ૧/શામળ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
શામળ

[આપણી ભાષાના જૂના કવિઓમાં વાત કહેનાર તરીકે શામળ પ્રખ્યાત છે. આ વાત વાંચતાં જ સમજાશે કે એ આપણને કથાના પ્રવાહમાં કેમ ખેંચ્યે જાય છે. વચ્ચે વચ્ચે એ અટકે છે, પણ ત્યારે પણ આપણું ધ્યાન એ ખસવા દેતો નથી. નીચેના ટુકડા પર નજર કરતાં જણાશે કે આવાં રોકાણ બે પ્રકારનાં હોય છે : (૧) સમસ્યાને લીધે. નંદરાજા અને પરિયટ-ધોબી વચ્ચે જે પરસ્પર ઓળખાણ માટે વાતચીત થાય છે તે કવિએ સમસ્યા વાણીથી કહી છે. પોતે ચીર ધુએ છે એ વાત પણ ધોબી સમસ્યાથી કહે છે. સમસ્યાઓમાં શામળકવિ એક્કો ગણાય છે. કથાની વચ્ચે વચ્ચે સમસ્યા લાવી કવિ પોતાની કથાને વધારે રસમય અને કૌતુકવાળી બનાવે છે. (૨) બીજું રોકાણ તે વચ્ચે ક્યાંક ક્યાંક ભાષણ આપવા કવિ ઊભો રહે છે એને લીધે થાય છે. નીચેની કથામાં દ્રવ્યનો મહિમા, કોણ કોણ જાગે, કોને કોને ન બને, વગેરે ઉપર જાણે કે લાંબી યાદીઓ કવિએ તૈયાર કરી છે. પણ એની એવી ટેવમાંથી જ આપણને ‘વાડ થઈને ચીભડાં ગળે’વાળો પ્રખ્યાત કાવ્યખંડ મળ્યો છે એ ભૂલવાનું નથી. આવી રીતે કથાના પ્રવાહમાં વચ્ચે વચ્ચે ભંગ પાડીને બોધવાણી મૂકવાની પદ્ધતિ કોઈ કોઈ અત્યારના ગદ્યમાં કથાઓ લખનારાઓ પણ પાળતા લાગે છે. શ્રી. રમણલાલ દેસાઈની નવલકથાઓમાં બોધની નિબંધિકાઓ ઠેર ઠેર મળશે. એથી જનતાને કથા વાંચવાને નિમિત્તે સારો બોધ પણ મળી રહે, એવી લેખકની ઇચ્છા હોય છે.... માણસ કરતાં માણસ પાસેથી બોલતાં શીખેલા પોપટને જીવનનો વધારે ઊંચો ખ્યાલ છે એવું કવિને બતાવવું હશે?

૬. હંસ, નાગ (હાથી) અને નાટકમાં તેની આવડત અજોડ હતી. ૧૦. હેજ — હેત, અહીં ‘ત’નો ‘જ’ થયો છે. ૯૪. અચરત-અચરજમાં તેથી ઊલટું છે. ૧૬. દક્ષ– ડાહ્યો. ૧૯. વારુ - સારું. ૨૩. દદામાં - ઢોલ. ૩૬. ચાવડી – નાનો ચોરસ ચોક(?). ૩૭. ઓળ— હાર. ૩૯. વાર - પાણી. ૫૭. કરીજે -(જૂનું રૂપ) કરીએ. ૬૬. પટંતરે - (આડુંલૂગડું રાખીને) છુપાવીને. ૬૯. સરખાવો - ‘એક નૂર આદમી, કરોડ નૂરકપડાં.’ ૮૬થી ૮૯ અને ૯૧ લીટીમાં લૂગડાં માટે ‘ચીર‘ની સમસ્યા ગૂંથી છે. ૯૦મી લીટીમાં દાતણની બે ‘ચીર’ થાય એમ કહી ચીર શબ્દ સ્પષ્ટ કર્યો છે. ૯૬ થી ૧૦૧ ભમરાની સમસ્યા છે. જુઓ લીટી ૧૦૪. ૧૨૦-૧૨૫માં ‘પરધાન’ શબ્દનાં બે ફાડિયાં ‘પર’ અને ‘ધાન’ કરી બબ્બે સમસ્યા આપી છે. ૧૨૦. પોતાના ઘરમાં કામ માટે કોઈ આવે તેને શું કહેવાય? પારકો. ‘પર’ એટલે પારકો. તેની જોડે ૧૨૧મી લીટીનો જવાબ ‘ધાન’ લગાડતાં પરધાન શબ્દ થયો. ૧૨૩. પંખીની પર એટલે પાંખ. ‘પર’ ફારસી શબ્દ છે. તેના ઉપરથી પરિન્દા (પંખી). ૧૪૨. આજે મુહૂર્ત સારું નથી. ૧૭૧. બેહયા– હૃદય વગરની. ફારસી ‘બે’ ઉપસર્ગ ‘વિનાનું’ એ અર્થમાં લગાડવામાં આવે છે. સરખાવો: બે-અદબી, બે-શુમાર, બે-લગામ, બે-શરમ, વ. ૧૮૧. અનર્ગળ —(અન્+અર્ગળ. સં. અર્ગલ – આગળો.) જેને આગળો – અંતરાય - નથી તેવું, પુષ્કળ. ૨૭૩. જવ - જ્યારે.]