‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/કૃતિ-પરિચય

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કૃતિ-પરિચય

‘પ્રત્યક્ષ’ – પત્રસેતુ

પત્રચર્ચા એ સાહિત્યનાં સામયિકોનું એક જીવંત અંગ હોય છે – દલપતરામ-નર્મદના સમયથી આજ સુધીનાં ગુજરાતી સાહિત્ય સામયિકોમાંની પત્રચર્ચાઓ તે તે સમયના સાહિત્યની વિચારણાઓ, સંવાદો, વિવાદો, પ્રતિભાવો ને પ્રતિક્રિયાઓ, વિચારણીય ચર્ચાઓનો સંચારશીલ દસ્તાવેજ ગણાય છે. ‘પ્રત્યક્ષ’ પુસ્તકસમીક્ષાનું સામયિક હતું. એ કારણે વાચકો, લેખકો, સમીક્ષકો ને તે તે સમીક્ષાઓ વિશે વારંવાર ઘણું કહેવાનું થતું, વાદ સામે પ્રતિવાદ પણ થતાં, ‘પ્રત્યક્ષ’ વિશે પણ પ્રતિભાવો આવતા. આ સર્વ પત્રચર્ચાઓને આ પુસ્તક યોગ્ય આયોજન અને વિભાજનથી રજૂ કરે છે. એથી એ સમયગાળા (૧૯૯૧થી ૨૦૧૭) દરમ્યાનનાં સાહિત્યકારો-વાચકોનાં વલણોનો એક સુબદ્ધ ને ભાતીગળ નકશો એમાં મળે છે. પત્રચર્ચા કોઈ ને કોઈ રીતે રસપ્રદ પણ બનવાની. સમય જતાં એ રસપ્રદતાનાં રૂપો પણ બદલાવાનાં. એકસાથે મળતી આ પત્રચર્ચાઓ આજના વાચકને માટે વિશેષ આસ્વાદ્ય તેમજ વિચારણીય બને છે. સંપાદક ડૉ. રતિલાલ કા. રોહિતે ઘણાં સૂઝ અને શ્રમથી આ કાર્ય કર્યું છે એથી બીજાં સામયિકોમાંની પત્રચર્ચાઓ સંપાદિત કરવાની પ્રેરણા પણ નવી પેઢીના કોઈ અભ્યાસીને મળશે.

–પ્રકાશક