અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચન્દ્રકાન્ત ટોપીવાળા/વડવાગોળો

From Ekatra Foundation
Jump to navigation Jump to search


વડવાગોળો

ચન્દ્રકાન્ત ટોપીવાળા

સવાર
મૂંગો સન્નાટો નદીમાં વહી રહે છે.
ભેંકાર વડ કાંઠો ઊભો છે.
વડની ડાળે ડાળે
સૂરજનાં સીધાં કિરણોની સામે આંખ મીંચી
બંધ છત્રી જેવાં વડવાગોળો
મડાં થઈ ઊંધાં લટકી રહે છે.
રાતે
આ જ વડવાગોળો
પાંખો ફેલાવતાં, ચિચિયારીઓ કરતાં,
પોતાના અવાજનાં મોજાં ઉછાળતાં
રમતાં, વરસતાં અંધાર વચ્ચે ભીંજાતાં,
જયાફત ઉડાવતાં
મિજબાનીએ ચઢે છે.
વડ
દિવસના સન્નાયા
અને રાતના દેકારા વચ્ચે તટસ્થ છે.
નવનીત સમર્પણ: ડિસેમ્બર-૨૦૧૪