અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/ફૂલડાંકટોરી
Jump to navigation
Jump to search
◼
ન્હાનાલાલ દ. કવિ • ફૂલડાંકટોરી • સ્વરનિયોજન: પારંપરિક • સ્વર: શ્રદ્ધા અગ્રવાલ
◼
ફૂલડાંકટોરી
ન્હાનાલાલ દ. કવિ
ચન્દ્રીએ અમૃત મોકલ્યાં, રે બ્હેન!
ફૂલડાંકટોરી ગૂંથી લાવ.
જગમાલણી રે બ્હેન!
અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન!
અંજલિમાં ચાર-ચાર ચાળણી, રે બ્હેન!
અંજલિએ છૂંદણાંના ડાઘ :
જગમાલણી રે બ્હેન!
અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન!
ઝીલું નહીં તો ઝરી જતું, રે બ્હેન!
ઝીલું તો ઝરે દશ ધાર :
જગમાલણી રે બ્હેન!
અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન!
ફૂલડાંમાં દેવની હથેળીઓ, રે બ્હેન!
દેવની કટોરી ગૂંથી લાવ :
જગમાલણીરે બ્હેન!
અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન!
(ન્હાના ન્હાના રાસ, ભા. ૧, પૃ. ૫૪)
ન્હાનાલાલ દ. કવિ • ફૂલડાંકટોરી • સ્વરનિયોજન: પારંપરિક • સ્વર: શ્રદ્ધા અગ્રવાલ