અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પુરુષોત્તમ મિસ્ત્રી/તપ્ત અને આ તરસી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


તપ્ત અને આ તરસી

પુરુષોત્તમ મિસ્ત્રી

તપ્ત અને આ તરસી
હૃદયધરાને નાથ! હવે હે જાવ જરીક તો પરશી…

દગ્ધ શિશિરના કરા
પાનખર કેરું કેવલ રુક્ષ વૃક્ષ કે ગ્રીષ્મતણી આ ધરા;
મેઘ સઘન થૈ આવો એને રોમ રોમ ર્‌હો વરસી…

અવ આ હૈયાભૂમિ
ઝંખે અહરહ થઈ આકુલ; દિયો રે તવ દર્શન તવ ચૂમી;
આ અપરૂપ કુબ્જાને યે હે સુંદર! લ્યો ઉર સરસી…