એકતારો/પૃથ્વીનાં સાવકાં બાળ પાછાં વળે

From Ekatra Foundation
Jump to navigation Jump to search


પૃથ્વીનાં સાવકાં બાળ પાછાં વળે


સુરજ ને સાંજ બે ભાંડુની જોડલી
ઉતરતી જે ઘડી નભ—ઓવારે,
ધરતીનાં ભાઈ ને બેનની બેલડી
ઘર ભણી વેગ—પગલાં વધારે. ૧.

વેડિયાં દાતણો, વેચિયાં સુંથિયાં
લોહીની ટશર હાથે વહી’તી,
વધ્યુંઘટ્યું ધાન વસ્તી તણું ભીખીને
ચર્ચાતાં જાય શું આપવીતી! ૨.