કંકાવટી/​​મુનિવ્રત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મુનિવ્રત

વ્રત કરનારી આખો દિવસ અબોલ રહે. સાંજે આકાશમાં તારા ટમકે, તેને દીઠયે મુનિરત છૂટે. પણ છૂટે ક્યારે? કવિતા ગાય ત્યારે. ઊગતા તારા જ્યારે દેખાય, ગામમાં દેવદેરાંમાં ઝાલરના ઝણકાર થાય, દેવ-નગારાં ઘોરી ઊઠે છે, ત્યારે કન્યા બોલવા લાગે:

અંટ વાગે
ઘંટ વાગે
ઝાલરનો ઝણકાર વાગે
આકાશે ઊગ્યા તારા
બોલે મુનિવાળા!
 
કોઈ કોઈ ઠેકાણે વળી આમ બોલાય છે:
ઝાલર ઝણકી
કાંસી રણકી
ઊગ્યા તારા
મુનિ મારા
મુનિયાંનાં વ્રત છૂટ્યાં
બોલો મુનિ રામ રામ.