કાવ્ય-આચમન શ્રેણી – કૃષ્ણલાલ શ્રીધરાણી/૨૪. ગાંધીજીને

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૪. ગાંધીજીને

દાહભરી આંખો માતાની,
તેનું તું આંસુ ટપક્યું,
બળી રહ્યું અંતરમાં કિન્તુ,
સૌ પાસે મીઠું મલક્યું.
મૈયાના ઓ ગાંધી વીર !
અર્પું છું હૈયાનાં હીર !
ભારતના દુઃખે દુભાઈ,
કુદરતની કરુણા ઊતરી;
સંસ્કૃતિ ને સ્વાતંત્ર્ય ભરીને,
ભારતને અંગે પમરી.
વંદન ઓ કુદરત સંદેશ !
ધન્ય થયો તું ભારતદેશ !

૧૨-૯-’૨૭
(કોડિયાં, પૃ. ૧૨૨)