કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૬.તાક્યા કરે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૬.તાક્યા કરે

ચિનુ મોદી

ક્યાંક તું છે, ક્યાંક હું છું ને સમય જાગ્યા કરે;
આપણી વચ્ચે વહેતું જળ, મને વાગ્યા કરે.
બારણું ખુલ્લું હશે ને શેરીઓ સૂની હશે;
આંગણે પગલાં હશે, તારાં હશે લાગ્યા કરે.

રિક્ત મન ભરવા પવન મથતો રહેવાનો સદા ;
ડાળ પરનાં પાંદડાં છૂટાં પડી ભાગ્યાં કરે.

તું હવાની જેમ અડકી ને પછી ચાલી ગઈ,
પાંપણો ભીની થઈને પંથને તાક્યા કરે.
(ક્ષણોના મહેલમાં, પૃ.૪૬)