કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૪૯. મારું એકાંત
Jump to navigation
Jump to search
મને ગમે છે
મારું એકાંત.
ઘોંઘાટ શમી ગયો હોય છે,
ચિત્ત શાંત થયું હોય છે,
પછી
મારી મારે માટેની શોધ
આરંભાતી હોય છે,
અને
કાવ્યની પ્રથમ પંક્તિ
રૂમઝૂમ કરતી આવતી હોય છે
મારી પાસે,
અને
હરજી હળવે હળવે
મૂકતા હોય છે હાથ
મારે ખભે…
(દ્વિદેશિની, પૃ. ૩૦૦)