કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૪૫. ઝળહળ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૫. ઝળહળ


         ઝળહળ ઝળહળ અંધારું છે,
         હું એનો ને એ મારું છે.
         આ ઘર ઓ ઘર ને એ એ ઘર,
         ના મારું કે ના તારું છે.
         વાંધો શો છે વ્હેંચી લઈએ,
         અજવાળું તો મજિયારું છે.
         દુઃખને દુઃખ ભેટે છે હોંશે,
         આવું સુખ સૌથી સારું છે.
         કોક વખત એવું પણ લાગે,
         અજવાળું તો અંધારું છે.
         આભ અને એથી ઊંચે તું,
         પંખી કેવું ઊડનારું છે!.
         પડવું, ઊઠવું, ચાલ્યા કરવું,
         ભઈલાજી, આ સંસારું છે.
૩૦-૧૧-૧૯૯૭
(મનહર અને મોદી, પૃ. ૧૭)