કૃતિકોશ/આત્મકથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૬. આત્મકથા



‘આત્મકથા’માં – બાળપણથી આરંભાતા આત્મ-કથન, પોતાના કાર્યક્ષેત્ર (રંગભૂમિ, પત્રકારત્વ, વગેરે) પર જ કેન્દ્રિત થયેલાં, એ નિમિત્તે ને એ કારણે લખાયેલાં અનુભવ-કથનો; સ્મરણ-યાત્રાઓ, સ્મૃતિ-સંવેદનો, પત્રો, ડાયરી/‘દિન્કી’/રોજનીશીઓ – એ સર્વ રૂપે પ્રથમ પુરુષ કથનરૂપે લખાયેલું ‘સ્વાનુભવ’-સાહિત્ય સમાવિષ્ટ થયેલું છે. ગુજરાતીમાં આત્મકથાઓનું પ્રમાણ (ચરિત્ર-લેખનોને મુકાબલે જ નહીં, સ્વતંત્ર રીતે પણ) ઓછું છે. અને લખાયા પછી તરત પ્રકાશિત ન થઈ હોય, ઘણી મોડી થઈ હોય, અન્યને હાથે (મરણોત્તર પ્રકાશનરૂપે) થઈ હોય – એવા કિસ્સા ઠીકઠીક છે. સામયિકોમાં પ્રકાશિત થયાં હોય ને પુસ્તકરૂપ ન પામ્યાં હોય એવાં થોડાંક આત્મકથન/સંસ્મરણોની સંભાવના પણ રહેલી છે. એ તો ગ્રંથરૂપ પામે ત્યારે.



૧૮૬૧-૧૮૭૦
૧૮૬૬ મારી હકીકત (પહેલો મુદ્રિત મુસદ્દો) – દવે નર્મદાશંકર ‘નર્મદ’ [ગ્રંથરૂપે ૧૯૩૩]
૧૮૭૧-૧૮૮૦
૧૮૭૧ આત્મકથન – ઝવેરી મોહનલાલ
૧૮૭૯ મહેતાજી દુર્ગારામ મંછારામ ચરિત્ર – [સંકલન] નીલકંઠ મહીપતરામ ( આમાં મુખ્યત્વે દુર્ગારામની રોજનીશી છે એ અર્થમાં આત્મકથા.)
૧૮૮૧-૧૮૯૦
૧૮૯૦ શીરીન મડમ – શીરીનબાનુ (આ કૃતિ પાંડે ફરમજી દાદાભાઈની નવલકથા હોવાના નિર્દેશ પણ મળે છે.)
૧૮૯૧-૧૯૦૦
૧૮૯૫* આત્મવૃત્તાંત – દ્વિવેદી મણિલાલ ( લખાયું ૧૮૯૫ આસપાસ, પ્રકાશિત ૧૯૭૯, સંપાદન ધીરુભાઈ ઠાકર)
૧૯૦૦ હું પોતે – દીવેચા નારાયણ હેમચંદ્ર
૧૯૦૧-૧૯૧૦
૧૯૦૭ જોટે કવિ ભીમરાવ માધવલાલ – જોટે ભીમરાવ
૧૯૦૭ મારો વૃત્તાંત – ભટ્ટ ગણપતરામ રાજારામ
૧૯૧૧-૧૯૨૦
૧૯૧૨ મારા અનુભવની નોંધ – ભટ્ટ ભાઈશંકર
૧૯૧૪ મારો નાટકી અનુભવ – ખંભાતા જહાંગીર પેસ્તનજી
૧૯૨૦ યૌવનનાં સ્મરણો – પ્રમદા
૧૯૨૧-૧૯૩૦
૧૯૨૧ મારો જેલનો અનુભવ – ગાંધી મોહનદાસ, ‘ગાંધીજી’
૧૯૨૪ કાન્તમાલા – ભટ્ટ મણિશંકર ‘કાન્ત’
૧૯૨૫ કલાપીના ૧૪૪ પત્રો – ગોહિલ સુરસિંહજી, ‘કલાપી’ [મ.] (સંપા. મુનિકુમાર ભટ્ટ)
૧૯૨૭ અર્ધશતાબ્દીના અનુભવબોલ – કવિ ન્હાનાલાલ
૧૯૨૭ હું મારા આશ્રમમાં – ક્રાઉસ શાર્લટ હેર્મન/સુભદ્રાદેવી
૧૯૨૭ સત્યના પ્રયોગો અથવા આત્મકથા – ગાંધી મોહનદાસ, ‘ગાંધીજી’
૧૯૨૭ દરદી : મારું જીવન તથા મારું ચિંતન – ભચેચ ગોપાળશંકર વેણીશંકર
૧૯૨૮ જીવન-સ્મરણો – શેઠ કેશવ જ.
૧૯૨૯ વડોદરામાં ચાલીસ વર્ષ – દેસાઈ ગોવિંદભાઈ ડાહ્યાભાઈ
૧૯૩૧-૧૯૪૦
૧૯૩૧ કલાપીની પત્રધારા – ગોહિલ સુરસિંહજી, ‘કલાપી’ [મ.] (સં.
જોરાવરસિંહજી સૂરસિંહજી ગોહિલ)
૧૯૩૨ શિશુ અને સખી – મુનશી કનૈયાલાલ
૧૯૩૩ મારી હકીકત (પ્રથમ મુદ્રણ ૧૮૬૬)– દવે નર્મદાશંકર ‘નર્મદ’
૧૯૩૩ અનુભવવિનોદ [મ.] – ત્રિવેદી કમળાશંકર પ્રા.
૧૯૩૪ સ્મરણયાત્રા – કાલેલકર દત્તાત્રેય ‘કાકાસાહેબ’
૧૯૩૫ * આત્મવૃત્તાંત – ભટ્ટ છોટાલાલ ન. ( આ વૃત્તાંત ૧૯૫૩માં ગોવિંદલાલ હ. ભટ્ટે સંપાદિત કર્યું હતું.)
૧૯૩૫ સત્યની શોધમાં આઠ વર્ષ * – ફરામરોજ જહાંગીર મીઠુજી (પૂરું શીર્ષક ‘સત્યની શોધમાં આઠ વર્ષનો મારો વૈરાગ - પછી મેં સાધુ વેશ શા માટે છોડ્યો?’)
૧૯૩૬ મારી કમીની જિંદગીનો અહેવાલ – નારિયેળવાલા અરદેશર શાપુરજી
૧૯૩૮ મ્હારી પંચાવન વર્ષની મિલની કારકિર્દી–સોરાબજી દસ્તુર કામદીન શ્યાવક્ષ
૧૯૩૮ જીવનસંભારણા – મહેતા શારદા સુમંત
૧૯૩૮? મ્હારી જીવનસ્મૃતિ તથા નોંધપોથી [મ.]– દવે કનુબહેન ( પ્રસ્તાવનામાં રચનાવર્ષ ૧૯૨૧.)
૧૯૩૮, ૩૯ પથિકના પત્રો : ૧, ૨, ૩ – પુરાણી અંબાલાલ
૧૯૩૯ સત્યાગ્રહનો વિજય – વ્યાસ રવિશંકર ‘રવિશંકર મહારાજ’
૧૯૪૧-૧૯૫૦
૧૯૪૧ માય ઇન્ડિયા, માય અમેરિકા [અં.] – શ્રીધરાણી કૃષ્ણલાલ
૧૯૪૧, ૧૯૬૦ જીવનઝરણાં : ભા. ૧, ૨ – પટેલ રાવજીભાઈ મણિભાઈ
૧૯૪૨ દસ્તુર ધાલા : એક આત્મકથા – ધાલા માણેકજી
૧૯૪૨ અડધે રસ્તે [૧૮૮૭-૧૯૦૬ સુધી]– મુનશી કનૈયાલાલ
૧૯૪૩ મારું જીવનચરિત્ર – દયાળ મોહનલાલ
૧૯૪૩ સીધાં ચઢાણ [૧૯૦૭-૨૨ સુધી] – મુનશી કનૈયાલાલ ( ‘સીધાં ચઢાણ’ના છેલ્લા ખંડને મુનશીએ ‘મધ્વરણ્ય’ નામ આપેલું.)
૧૯૪૩ મારી બિનજવાબદાર કહાણી – મુનશી કનૈયાલાલ
૧૯૪૪ આથમતે અજવાળે – મહેતા ધનસુખલાલ
૧૯૪૬ પંચોતેરમે – ઠાકોર બલવંતરાય (સંપા. કિશનસિંહ ચાવડા)
૧૯૪૬ નાના હતા ત્યારે – દેસાઈ હરિપ્રસાદ
૧૯૪૬ મેં પાંખો ફફડાવી – ભટ્ટ તનસુખ ‘સુખેન ભટ્ટાચાર્ય’
૧૯૪૬ ઇંગ્લાંડમાં ગયેલા એક તરુણના પત્રો [મ.] – પરીખ કેશવલાલ
૧૯૪૬ પરકમ્મા – મેઘાણી ઝવેરચંદ
૧૯૪૭ શ્રી નેત્રમણિભાઈને – કાલેલકર દત્તાત્રેય ‘કાકાસાહેબ’
૧૯૪૭ છેલ્લું પ્રયાણ – મેઘાણી ઝવેરચંદ
૧૯૪૮ જીવનનું પરોઢ – ગાંધી પ્રભુદાસ
૧૯૪૮ લિ. સ્નેહાધીન ઝવેરચંદ [મ.] – મેઘાણી ઝવેરચંદ (સંપા. મહેન્દ્ર મેઘાણી)
૧૯૪૯ બાપુ મારી મા – ગાંધી મનુબેન
૧૯૪૯ જીવનપંથ – જોશી ગૌરીશંકર, ‘ધૂમકેતુ’
૧૯૫૦ ગઈકાલ – દેસાઈ રમણલાલ
૧૯૫૧-૧૯૬૦
૧૯૫૧ મધ્યાહ્‌નનાં મૃગજળ – દેસાઈ રમણલાલ
૧૯૫૧ રંગ દેવતાને ચરણે – દ્વિવેદી પ્રભુલાલ (લેખન, સંપા. : ત્રિવેદી રતિલાલ શ્યામજી) (પ્રભુલાલ દ્વિવેદીએ બોલીને લખાવેલાં સંસ્મરણો)
૧૯૫૨ બા-બાપુની શીળી છાયામાં – ગાંધી મનુબેન
૧૯૫૨ ધર્મોદય [અંગત ધર્મ વિકાસ કેફિયત] – કાલેલકર દત્તાત્રેય ‘કાકાસાહેબ’
૧૯૫૩ રોજનીશી – દિવટિયા નરસિંહરાવ (સં. ધનસુખલાલ મહેતા, બક્ષી રામપ્રસાદ)
૧૯૫૩ આત્મનિરીક્ષણ – મથુરાદાસ ત્રિકમજી
૧૯૫૩ સ્વપ્નસિદ્ધિની શોધમાં [૧૯૨૩-૨૬ સુધી] – મુનશી કનૈયાલાલ
૧૯૫૪ સ્મૃતિસંવેદન – ઉદેશી ચાંપશી
૧૯૫૪ સક્કરબરાજમાં મારાં આઠ વર્ષ – પટેલ ભાઈલાલભાઈ દ્યાભાઈ
૧૯૫૪ બાંધ ગઠરિયાં : ભા. ૧, ૨ – મહેતા ચંદ્રવદન
૧૯૫૪ સંસ્મરણો – માવળંકર ગણેશ વાસુદેવ
૧૯૫૪, ૫૯ ઘડતર અને ચણતર : ૧, ૨ – ભટ્ટ નૃસિંહપ્રસાદ ‘નાનાભાઈ ભટ્ટ’
૧૯૫૫ મારી જીવનકથા – દલાલ ચંપકલાલ
૧૯૫૫ સ્મરણ મંજરી – બ્રહ્મભટ્ટ રઘુનાથ ‘રસકવિ’
૧૯૫૫ મારી અનુભવકથા – મહેતા નાનજીભાઈ કાળિદાસ(/શેઠ)
૧૯૫૫ જીવનવિકાસ (આત્મકથા ખંડ ૧) – યાજ્ઞિક ઈંદુલાલ
૧૯૫૫ ગુજરાતમાં નવજીવન(આત્મકથા ખંડ ૨) – યાજ્ઞિક ઈંદુલાલ
૧૯૫૫, ૫૫, ૫૬, ૬૯, ૭૧, ૭૩ આત્મકથા : છ ભાગ – યાજ્ઞિક ઈન્દુલાલ [પુનર્મુદ્રણ ૨૦૧૧; મ.]
૧૯૫૬ બાપુનાં સંભારણાં – ગાંધી મનુબેન
૧૯૫૬ જીવનરંગ – જોશી ગૌરીશંકર, ‘ધૂમકેતુ’
૧૯૫૬ છોડ ગઠરિયાં – મહેતા ચંદ્રવદન
૧૯૫૬ સફર ગઠરિયાં – મહેતા ચંદ્રવદન
૧૯૫૬ કારાવાસ (આત્મકથા ખંડ ૩)– યાજ્ઞિક ઈંદુલાલ
૧૯૫૬ સંસ્મરણો – ઝવેરી કૃષ્ણલાલ મો.
૧૯૫૭ માઈ ચાઈલ્ડહૂડ વિથ ગાંધીજી – ગાંધી પ્રભુદાસ
૧૯૫૭ સ્ક્રેપબુક :૧ [મ.] – ત્રિપાઠી ગોવર્ધનરામ (સંપા. કાંતિલાલ છ. પંડ્યા)
૧૯૫૮ ચિ. ચંદનને પત્રો – કાલેલકર દત્તાત્રેય ‘કાકાસાહેબ’
૧૯૫૯ પત્રોની પ્રસાદી – પુરાણી અંબાલાલ
૧૯૫૯ મન મત બન અથવા નંદલાલ બોડીવાલાનો આત્મવૃત્તાંત – બોડીવાલા (શાહ) નંદલાલ
૧૯૫૯ સ્ક્રેપબુક-૨ [મ.] – ત્રિપાઠી ગોવર્ધનરામ (સંપા. સન્મુખરાય પંડ્યા)
૧૯૫૯ મારી સાહિત્યસેવા – મહેતા ભરતકુમાર ભાનુસુખરામ
૧૯૬૦ સ્ક્રેપબુક : ૩ [મ.] – ત્રિપાઠી ગોવર્ધનરામ (સંપા. રામપ્રસાદ બક્ષી)
૧૯૬૦ જીવનનાં ઝરણાં : ભાગ, ૨ – પટેેલ રાવજીભાઈ મણિભાઈ
૧૯૬૧-૧૯૭૦
૧૯૬૨ પરિવર્તન – મહેતા દિનકર
૧૯૬૨ ક્રાંતિની ખોજમાં – મહેતા દિનકર
૧૯૬૪ સ્મૃતિસાગરને તીરે – પટેલ ગંગાબહેન
૧૯૬૪ પત્રસંચય [સુંદરમ્‌ને લખેલા] – પુરાણી અંબાલાલ
૧૯૬૪ વિદ્યાર્થિનીને પત્રો – કાલેલકર દત્તાત્રેય ‘કાકાસાહેબ’
૧૯૬૪ એક ભાગવતની આત્મકથા – પારેખ મણિલાલ છો.
૧૯૬૫ રંગ ગઠરિયાં – મહેતા ચંદ્રવદન
૧૯૬૫ રૂપ ગઠરિયાં – મહેતા ચંદ્રવદન
૧૯૬૫ જ્વાળા અને જ્યોત [પછીથી ‘બાનો ભીખુ’] – પંડ્યા ચંદ્રકાન્ત જે.
૧૯૬૬ મારા જીવનના રંગતરંગ – અમીન આપાજી
૧૯૬૬ પન્નાના પ્રેમપત્રો – ઝવેરી પન્ના
૧૯૬૬ જ્વાળા અને જ્યોત – પંડ્યા ચંદ્રકાન્ત
૧૯૬૬ મારાં જીવનસંસ્મરણો – મહેતા જગજીવન નારાયણ
૧૯૬૭ સંસ્મરણો – ગાંધી રામદાસ
૧૯૬૭ મારાં જીવન સ્મરણો – નાણાવટી રતિલાલ
૧૯૬૭ વનાંચલ – પાઠક જયંત
૧૯૬૭ આત્મકથાનક – રાવળ રવિશંકર
૧૯૬૭ મારી મુલાકાત : ૧ – ખાનાણી ઉમર અબ્દુર્રહેમાન
૧૯૬૮ સ્મરણચિત્રો – ત્રિવેદી જેઠાલાલ
૧૯૬૮ પુરાણીના પત્રો – પુરાણી અંબાલાલ
૧૯૬૮ અતીતને ઉલેચું છું – મહેતા ધનસુખલાલ
૧૯૬૮ બાનો ભીખુ – પંડ્યા ચંદ્રકાન્ત જે. (‘જ્વાળા અને જ્યોત’ (૧૯૬૫)નું નવસંસ્કરણ)
૧૯૬૮ પરિવર્તન – મહેતા દિનકર
૧૯૬૯ બાળપણના વાનરવેડા – કોટક વજુ
૧૯૬૯ મારી વાચનકથા – પંચોલી મનુભાઈ ‘દર્શક’
૧૯૬૯ વિનાયકની આત્મકથા – વૈદ્ય વિજયરાય
૧૯૬૯ એક વ્યવસાયી પત્રકારની ઘડતરકથા – શુક્લ યજ્ઞેશ
૧૯૬૯, ૧૯૭૬ બ. ક. ઠાકોરની દીન્કી [મ.] (ભા. ૧, ૨) – ઠાકોર બલવંતરાય
૧૯૭૦ ગાંધીદીક્ષા – જોશી છગનલાલ
૧૯૭૦ મારી દુનિયા – દેસાઈ ઝીણાભાઈ ‘સ્નેહરશ્મિ’
૧૯૭૦ જગગંગાનાં વહેતાં નીર – યાજ્ઞિક અમૃતલાલ
૧૯૭૦ આસપાસ  અર્ધશતાબ્દીની અખબારયાત્રા – શુક્લ યજ્ઞેશ
૧૯૭૦, ૧૯૭૪ દિલની વાતો : ભા. ૧, ૨ – ઝવેરી રસિક
૧૯૭૧-૧૯૮૦
૧૯૭૧ નાટ્ય ગઠરિયાં – મહેતા ચંદ્રવદન
૧૯૭૧ આત્મકથા – મહેતા સુમન્ત ( લખાયેલી ૧૯૩૭માં, ૧૯૭૧માં ભોગીલાલ ગાંધીએ સંપાદિત કરી પ્રગટ કરી.)
૧૯૭૧ મારા જીવનનાં સંસ્મરણો – શાહ ભોગીલાલ મ.
૧૯૭૧, ૭૩ આત્મકથા : ભા. ૫, ૬ – યાજ્ઞિક ઈન્દુલાલ [૧ : ૧૯૫૫]
૧૯૭૨ હું ભટકતો શાયર છું – આબુવાલા શેખાદમ
૧૯૭૨ સિંહાવલોકન – ઓઝા ધનવંત
૧૯૭૨ આત્મનિરીક્ષણ [મ.] – મેઘાણી ઝવેરચંદ
૧૯૭૨, ૧૯૮૧ મારું જીવનવૃત્તાન્ત : ભા. ૧ થી ૩ – દેસાઈ મોરારજી (પોતે જ અંગ્રેજીમાં લખેલી ‘ઈન માય વ્યુ’ (૧૯૬૬)નો અનુવાદ)
૧૯૭૩ અભિનય પંથે – જાની અમૃત
૧૯૭૩ અલપઝલપ – પટેલ પન્નાલાલ
૧૯૭૩ વેરાન જીવન – પંડ્યા કમળાશંકર
૧૯૭૩ અંતર ગઠરિયાં : ભા. ૧, ૨ – મહેતા ચંદ્રવદન
૧૯૭૪ હીરાને પત્રો – પારેખ હસમુખભાઈ
૧૯૭૪ દિલની વાતો : ભા. ૨ – ઝવેરી રસિક
૧૯૭૪ મારી જીવનકથા – ફડકે મામાસાહેબ?
૧૯૭૫ મારી જીવનકથા – દવે જુગતરામ
૧૯૭૫ સરદારશ્રીના પત્રો – પટેલ વલ્લભભાઈ (સંપા. નાંદુરકર)
૧૯૭૬ મીસાવાસ્યમ્‌ – પંડ્યા વિષ્ણુ
૧૯૭૬ થોડાં આંસુ થોડાં ફૂલ [મ.] – ભોજક જયશંકર ‘સુંદરી’ (સંપા. દિનકર ભોજક)
૧૯૭૬ ધ્રુવ ગઠરિયાં – મહેતા ચંદ્રવદન
૧૯૭૬ ગાંઠ બંધનિયાં – મહેતા ચંદ્રવદન
૧૯૭૬ ચમત્કારને નમસ્કાર – સોમપુરા સુરેશ
૧૯૭૬ દિન્કી : ભા. ૨ [મ.] – ઠાકોર બલવંતરાય [૧ : ૧૯૬૯]
૧૯૭૭ અમાસથી પૂનમ ભણી – ચાવડા કિશનસિંહ
૧૯૭૭ વિદેશ વસવાટનાં સંભારણાં – દેસાઈ જિતેન્દ્ર
૧૯૭૭ દીવા તળે ઓછાયા – રાણપુરા દિલીપ
૧૯૭૭ અઘોરીઓ સાથે પાંચ દિવસ – સોમપુરા સુરેશ
૧૯૭૭ ૩૧માં ડોકિયું – જોશી ઉમાશંકર
૧૯૭૭ ઘંટડી રણકે છે, પડદો ઊપડે છે – રાંદેરિયા મધુકર
૧૯૭૮ ગાંધીજીના સાન્નિધ્યમાં મારી જીવનસાધના – જોશી છગનલાલ
૧૯૭૮ મારગ આ પણ છે શૂરાનો – જોશી શિવકુમાર
૧૯૭૮ પ્રકાશના પંથે – યોગેશ્વર
૧૯૭૯ આત્મચરિત્ર [મ.; લખાયું ૧૮૯૫] – દ્વિવેદી મણિલાલ નભુભાઈ (સંપા. ધીરુભાઈ ઠાકર)
૧૯૭૯ મૂળસોતાં ઉખડેલાં – પટેલ કમળાબેન
૧૯૭૯ સ્મરણોની સુવાસ – મહેતા સૌદામિની
૧૯૭૯ આત્મકથાના ટુકડા – વાલેસ કાર્લોસ ‘ફાધર વાલેસ’
૧૯૭૯ મારું જીવનઘડતર – પટેલ શિવાભાઈ ગો.
૧૯૮૦ સ્મરણમાધુરી – ધામી મોહનલાલ
૧૯૮૦ મારું જીવનવૃત્ત [મ.] – સંઘવી સુખલાલ ‘પંડિત સુખલાલજી’
૧૯૮૧-૧૯૯૦
૧૯૮૧ સ્વરાજની વાતો [મ.] – રાવળ શકુન્ત
૧૯૮૧ મારું જીવનવૃત્તાંત : ભા. ૩ – દેસાઈ મોરારજી
૧૯૮૧ આશ્રમના આંગણામાં [સંસ્મરણો] – ભટ્ટ તનસુખ
૧૯૮૨ બચપણનાં બાર વરસ – દવે હિંમતલાલ ‘સ્વામી આનંદ’
૧૯૮૨ મૃગશીર્ષનું આકાશ – ભટ્ટ ઈશ્વરચન્દ્ર
૧૯૮૩ કેડી અને ચઢાણ – દાંડીકર મોહન
૧૯૮૩ સાફલ્યટાણું – દેસાઈ ઝીણાભાઈ ‘સ્નેહરશ્મિ’
૧૯૮૩ વગડામાં વનરાઈ – મકવાણા સવશીભાઈ
૧૯૮૩ મારી જીવનયાત્રા – મહેતા બબલભાઈ
૧૯૮૩ ગળચટ્ટાં ગુલાબ – સોલંકી શંકર
૧૯૮૩ વનરાનું હું તો ભાઈ ફૂલડું : ૧, ૨ – મકવાણા કરમશીભાઈ
૧૯૮૪ ધૂળમાંની પગલીઓ – શેઠ ચંદ્રકાન્ત
૧૯૮૫ ૩૫ વરસ પછી – ફાઝિલ ઉમરફાઝિલ
૧૯૮૫ મારા ઘરને ઉંબરો નથી – શેઠ ઉષા
૧૯૮૫ મારા અનુભવો – સ્વામી સચ્ચિદાનંદ
૧૯૮૫ આઝાદી જંગની મંજિલ – ઠાકોર જયંતિ
૧૯૮૫ મારી મુલાકાત : ૨ – ખાનાણી ઉમર અબ્દુર્રહેમાન
૧૯૮૬ મારી એકલ કેડીની યાત્રા – ઠાકોર ઠાકોરભાઈ
૧૯૮૬ મારી અભિનવ દીક્ષા – મહેતા કાશીબહેન
૧૯૮૬ કથા ભીતરની – શેઠ ઉષા
૧૯૮૬ અલકમલક – પટેલ પન્નાલાલ
૧૯૮૬ સોનાની સુવર્ણ સ્મરણિકા – પટેલ પન્નાલાલ
૧૯૮૭ ઊઘડે નવી ક્ષિતિજો – દેસાઈ ઝીણાભાઈ ‘સ્નેહરશ્મિ’
૧૯૮૭ ચેતોવિસ્તારની યાત્રા [પત્રો] – પંચોલી મનુભાઈ ‘દર્શક’
૧૯૮૮ સદ્‌માતાનો ખાંચો – પંડ્યા નટવરલાલ ‘ઉશનસ્‌’
૧૯૮૮ સ્મરણોને સથવારે : ખંડ ૧, ૨ – દવે નરેન્દ્ર
૧૯૮૮ લિ. હું આવું છું [મ.] – મેઘાણી ઝવેરચંદ (સંશોધિત-સંવર્ધિત સંપા. વિનોદ મેઘાણી, હિમાંશી શેલત)
૧૯૮૯ બક્ષીનામા : ભા. ૧, ૨, ૩ – બક્ષી ચંદ્રકાન્ત
૧૯૮૯ સદ્‌ભિઃ સંગ – પંચોળી મનુભાઈ ‘દર્શક’
૧૯૯૦ વળી આ નવાં શૃંગો – દેસાઈ ઝીણાભાઈ ‘સ્નેહરશ્મિ’
૧૯૯૦ પત્રતીર્થ (પત્રો) – પંચોલી મનુભાઈ ‘દર્શક’
૧૯૯૧-૨૦૦૦
૧૯૯૧ મારી અનુભવકથા – સોમપુરા સુરેશ
૧૯૯૧ જીવનસ્મૃતિ – શાસ્ત્રી હરિપ્રસાદ
૧૯૯૩ રેડિયો ગઠરિયાં – મહેતા ચંદ્રવદન
૧૯૯૪ મારી કરમકથની – દેસાઈ નાગજીભાઈ
૧૯૯૪ છાત્રોને ૩૦પત્રો – દેસાઈ નાગજીભાઈ
૧૯૯૫ આખર ગઠરિયાં : શૂન્યનો સરવાળો – મહેતા ચંદ્રવદન
૧૯૯૭ બિલ્લોટિલ્લો ટચ – શાહ ગુણવંત
૧૯૯૮ અંગત-બિન-અંગત – ઠાકર ધીરુભાઈ
૧૯૯૯ થોડુંક અંગત [મ.] – જોશી ઉમાશંકર (સંપા. સ્વાતિ જોશી)