કૃતિકોશ/કૃતિ-પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સમયદર્શી સાહિત્ય સંદર્ભકોશ

૨ – કૃતિકોશ

સમયદર્શી સાહિત્ય સંદર્ભકોશમાં ‘ખંડ:૧ કર્તાકોશ’ પછી આ ‘ખંડ:૨ કૃતિકોશ’ ગુજરાતી સાહિત્યની કૃતિઓની સમયાનુક્રમે સ-સંદર્ભ વિગતો આપે છે.

આ કોશખંડમાં, ઈ. ૧૮૦૮થી આરંભીને ઈ. ૨૦૧૩ સુધી અને ક્રમશ: સામ્પ્રત સમય સુધી વિસ્તરનારી કૃતિવિગતો કાલાનુક્રમે, દાયકાવાર મૂકવામાં આવી છે. જેમકે, ૧૮૫૧-૧૮૬૦,... ૧૯૦૧-૧૯૧૦,... ૨૦૦૧-૨૦૧૦... વગેરે. આ વર્ગીકરણ સ્વરૂપવાર કરેલું છે. પહેલો વિભાગ ‘કવિતા’(૧૮૪૮થી આરંભીને) ને છેલ્લો વિભાગ ‘અન્ય : વ્યાપક’ એમ કુલ ૨૧ સ્વરૂપ-વિભાગોમાં ગુજરાતીની ૩૦ હજારથી પણ વધુ કૃતિઓની વિગતો અહીં સમયાનુક્રમે રજૂ કરવામાં આવી છે.

દરેક વિભાગને આરંભે એ સ્વરૂપના વ્યાપને દર્શાવતી માર્ગદર્શક વિગતો આપી છે જેથી તે તે સ્વરૂપની સમયદર્શી બાબતોને યોગ્ય રીતે જોઈ શકાય. અનુક્રમ જોવાથી કોશનું વિભાજન કેવું વાચક-સહાયક(user friendly) રહ્યું છે એનો ખ્યાલ આવશે.

કોઈપણ સમયખંડમાં—એટલે કે યુગમાં—તે તે સ્વરૂપની કેવી, કેટલી કૃતિઓ રચાયેલી એની, દાયકાવાર વિગતો સંશોધકો, અભ્યાસીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ પત્રકારોને વાચન-અધ્યયન માટે ઉપયોગી નીવડશે.

આનંદ એ વાતનો પણ છે કે નવી તેમજ ખૂટતી વિગતો સતત ઉમેરતાં જઈને કોશને સદ્યતન(update) કરવાનું સંદર્ભવિદ્ અનંત રાઠોડે સ્વીકાર્યું છે. હું એમનો આભારી છું.

—રમણ સોની