ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ક/કંકુ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
કંકુ

પન્નાલાલ પટેલ

કંકુ (પન્નાલાલ પટેલ: ‘લખચોરાસી’, ૧૯૪૪) ખુમાનું અકાળ અવસાન થતાં વિધવા થયેલી જુવાન કંકુ બાળક હીરિયાને સહારે અને મલકચંદ શેઠની નાણાસહાયથી સંસાર નભાવી લે છે પરંતુ પોતાના પુત્રના લગ્ન વખતે સહાય માગવા ગયેલી કંકુનો મલકચંદ સાથેનો અકસ્માત સમાગમ એને સગર્ભા કરે છે. છેવટે કંકુ કાળુનાં લૂગડાં પહેરી લે છે. જાતીય સ્ખલનને કંકુના આંતર સામર્થ્યનું નિમિત્ત બનાવતી આ વાર્તામાં આંતરિક ગડમથલ અને બાહ્ય ચેષ્ટાઓનું નિરૂપણ નોંધપાત્ર છે.
ચં.