ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ક/કલ્પવૃક્ષ
કલ્પવૃક્ષ
લાભુબહેન મહેતા
કલ્પવૃક્ષ (લાભુબહેન મહેતા; ‘મોનીષા’, ૧૯૭૦) ભાઈ ગોપુના સુખ માટે કલ્પવૃક્ષ બની રહેતી ગૌરી ક્યારેક ચોરી કરીને પણ ભાઈની ઇચ્છાને પૂરી કરે છે પરંતુ શિરીષ સાથે એનો વિવાહ ગોઠવાતો હોય છે ત્યારે એ. ગોપુ માટે શિરીષની બંસરી ચોરી લે છે અને સૌ આગળ આ વાત છતી થતાં છેવટે ભાઈ ગોપુ જ બહેનની પડખે આધાર બનીને ઊભો રહે છે. વાર્તામાં બંગાળી સાહિત્યનો સંસ્કાર ઊતરી આવ્યો હોય તેવું જણાય છે.
ચં.