ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/છ/છેલ્લું સ્ટેશન
Jump to navigation
Jump to search
છેલ્લું સ્ટેશન
મણિલાલ હ. પટેલ
છેલ્લું સ્ટેશન (મણિલાલ હ. પટેલ; ‘ગુજરાતી નવલિકાચયન : ૧૯૯૪-૧૯૯૫’, સં. વીનેશ અંતાણી, ૧૯૯૮) પુરાતત્ત્વ વિભાગના કર્મચારી નારણ દેસાઈની બદલી અધમપુર થઈ છે. નિસ્તેજ કૃષ્ણદેવ સરૈયા પાસેથી એ હવાલો સંભાળે છે. પહોંચીને જુએ છે તો બધાં ફળિયામાં સ્ત્રીઓની કાંચળી-ઓઢણી જ સુકાય છે. કૃષ્ણદેવે આપેલી શુભેચ્છા ‘ઈશ્વર તમારું રક્ષણ કરે’નું રહસ્ય સમજાય એ પહેલાં પગી ઈશ્વરે બિછાવેલી રંગરાગ અને અનીતિની જાળમાં ફસાઈને નારણ પણ નિચોવાઈ જાય છે. વાર્તાને અંતે ફરી બદલી થતાં નારણ અધમપુર છોડે છે પણ રસ્તો કેમે ય ખૂટતો નથી. ધ્વસ્તનગર અધમપુર, ઈશ્વર પગી, જૂડો ભરવાડ - આ બધાંથી રચાતી સાંકેતિકતા અને કપોલકલ્પના ખૂબ ખપ લાગી છે.
ઈ.