ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/છ/છેલ્લું છાણું
છેલ્લું છાણું
ઉમાશંકર જોશી
છેલ્લું છાણું (ઉમાશંકર જોશી; ‘શ્રાવણી મેળો’, ૧૯૩૭) પોતાની સ્મશાનયાત્રામાં પડોશના વેરી કુટુંબીનો દીકરો છાણું લઈને ચાલે એના કરતાં વિધવા વહુ જીવી છાણું લે એવી પ્રતિજ્ઞા કરતી ડોશી અને સાથે જીવી પણ ઠંડી રાતે ઠૂંઠવાઈ મરે છે. વ્યંજનાથી દારિદ્રય અને માનવસ્વભાવની વિશિષ્ટ મુદ્રાઓને ઉપસાવતી આ વાર્તાનું શિલ્પ ધ્યાનપાત્ર છે.
ચં.