ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ટ/ટીપે…… ટીપે…
Jump to navigation
Jump to search
ટીપે…… ટીપે…
લક્ષ્મીકાન્ત ભટ્ટ
ટીપે…… ટીપે… (લક્ષ્મીકાન્ત ભટ્ટ; ‘ટીપે… ટીપે…’, ૧૯૭૭) કથાનાયિકા એની બહેનપણીને ટ્યૂશન આપવા આવતા શિરીષને ચાહે છે પણ કુટુંબના સંસ્કાર એને પ્રણયાનુભૂતિથી વેગળી રાખે છે. શિરીષે કરેલા પ્રસ્તાવના અસ્વીકાર પછી પણ તે મનમાંથી ખસતો નથી. પરણ્યા પછી વર્ષો બાદ મળેલા શિરીષને અવગણીને એ સંબંધને અપ્રગટ રાખવા મથતી નાયિકા પતિ અને પ્રેમી વચ્ચે ખેંચાયા કરે છે. અંતે આ પાર કે ઓ પાર કરવા બૅગમાં કપડાં ભરતી નાયિકા, પતિ ઘેર આવતાં કહે છેઃ “આ વરસાદ અને તોફાન પણ કેવાં છે? જેવો તમે ઘરમાં પગ મૂક્યો કે તરત બધું શાંત.” દ્વિધાગ્રસ્ત માનવમન સુપેરે વ્યક્ત થયું છે.
ર.