ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ઠ/ઠંડી ક્રૂરતા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ઠંડી ક્રૂરતા

ધૂમકેતુ

ઠંડી ક્રૂરતા (ધૂમકેતુ; ‘તણખા’ મંડળ-૪, ૧૯૩૬) ધનવાન અને કામુક ચંદુભાઈ એની ત્રીજી વારની પત્ની રજની ચામઠા જ્ઞાતિની છે એવી ખબર પડતાં એને સિંદુર ખવરાવીને રિબાવી રિબાવીને મારી નાખે છે અને એનાથી થયેલા પુત્ર ચન્દ્રકાન્તને વેપારનો વહીવટ સોંપે છે પણ પિતાની ઠંડી ક્રૂરતાથી વાકેફ પુત્ર ઘર અને કૃતક ઉચ્ચતા છોડી પોતાની જ્ઞાતિમાં જઈ રહે છે. એ વસ્તુ ધરાવતી વાર્તામાં નાયકની ઠંડી ક્રૂરતાનું નિરૂપણ કેન્દ્રમાં છે.
ર.