ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વ/વહેંચણી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
વહેંચણી

મોહનલાલ પટેલ

વહેંચણી (મોહનલાલ પટેલ; ‘મોહનલાલ પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ, સં. રઘુવીર ચૌધરી, ૧૯૮૮) ઘરમાં ઘી ન હોય એવી સ્થિતિમાં પણ પ્રીતમલાલ ત્રણ દીકરાઓ માટે કલાત્મક ચીજવસ્તુઓ, રાચરચીલું વસાવે છે. હવે એ બધું દીકરાઓને વહેંચી દેવા માંગે છે પણ સારું કમાતા દીકરાઓને એ બધું જગા રોકનારું લાગે છે. દુ:ખી થયેલા પ્રીતમલાલ પત્નીને કહે છે : “જીવ કેમ ન બળે પ્રભુલાલની બા... દીકરાઓના સુખના ખ્યાલ આડે તારા સુખનો મેં કોઈ દિવસ વિચાર સુધ્ધાં ન કર્યો.” બે પેઢી વચ્ચેનો રુચિભેદ અહીં સુપેરે ધ્વનિત થયો છે.
પા.