ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વ/વહુ અને ઘોડો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
વહુ અને ઘોડો

ઝવેરચંદ મેઘાણી

વહુ અને ઘોડો (ઝવેરચંદ મેઘાણી; ‘મેઘાણીની નવલિકાઓ’ ભાગ-૧, ૧૯૩૧) પ્રતાપરાય શેઠની હવેલીની વહુ થવા ઝંખતી તારાનું સ્વપ્ન તો ફળે છે પરંતુ હવેલીના ઘોડાની જેમ કઈ રીતે દુર્દશાને પામે છે, એનું લાંબા પટ પર ચિત્રણ કરતી આ વાર્તા તારાને મુખે કહેવાયેલી છે. હવેલીનું નિર્મમ વાતાવરણ વ્યંગની ધાર પર ઠીક ઉઠાવ પામ્યું છે.
ચં.