ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/સ/સુખદુ:ખનાં સાથી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
સુખદુ:ખનાં સાથી

પન્નાલાલ પટેલ

સુખદુ:ખનાં સાથી (પન્નાલાલ પટેલ; ‘સુખદુઃખનાં સાથી’, ૧૯૪૦) આંધળી જમની અને બેઉ પગે અપંગ ચમનો જેવાં બે ભિખારીઓ ઉષ્માભર્યા માનવસંબંધથી નજીક આવે છે પરંતુ ગવર્નરની પધરામણી વખતે જડ પોલીસતંત્ર દ્વારા તાવથી ધીખતા ચમનાથી જમની છૂટી પડી જાય છે. અંતે એને ખબર પડે છે કે મ્યુનિસિપાલિટીની ગાડી મરેલા ચમનાને લઈ ગઈ છે ત્યારે એના દુઃખની કોઈ સીમા નથી. માનવીય ઉષ્મા અને તંત્રજડતાના વિરોધ વચ્ચે વાર્તા કલાત્મક રીતે વિકસે છે.
ચં.