ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/સ/સાંધાવાળા જેઠાલાલ ગોરધનની નોકરીનો છેલ્લો દિવસ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
સાંધાવાળા જેઠાલાલ ગોરધનની નોકરીનો છેલ્લો દિવસ

જનક ત્રિવેદી

સાંધાવાળા જેઠાલાલ ગોરધનની નોકરીનો છેલ્લો દિવસ (જનક ત્રિવેદી; ‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નવલિકા’ ભા. ૨, સં. રઘુવીર ચૌધરી, ૧૯૯૯) રેલવેમાં સાંધાવાળાની નોકરી કરતા જેઠાલાલ ગોરધનની જિંદગીનો ચિતાર વાર્તાકારે એની નોકરીના છેલ્લા દિવસની ઘટમાળના આલેખન દ્વારા આપ્યો છે. એક સામાન્ય નોકરિયાત એની નીરસ, એકધારી, સપાટ જિન્દગીને કેવી નિષ્ઠાપૂર્વક જીવે છે તેની વિગત સાથે છે. અહીં રેલવેજગત રસાળતાથી નિરૂપાયું છે. વિશિષ્ટ પણ અપરિચિત રેલવેજગતની ઝીણી ઝીણી વિગતો આ વાર્તાની વિશેષતા છે.
ઈ.