ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/સ/સુખનો ઓડકાર
Jump to navigation
Jump to search
સુખનો ઓડકાર
ઈશ્વર પેટલીકર
સુખનો ઓડકાર (ઈશ્વર પેટલીકર; ‘પેટલીકર વાતવૈભવ’, ૧૯૬૪) બાપાએ વેચી મારેલું ખેતર મોહન પાસેથી પાછું ખરીદી શકાય એ માટે નરોત્તમદાસ દીકરા ભાઈલાલને ભણાવી ગણાવીને કમાવા આફ્રિકા મોકલે છે પાછા આવેલા ભાઈલાલ પાસે મોહનની વિધવા ગંગા ખેતર વેચવા આવે છે ત્યારે નરોત્તમકાકાને થાય છે કે હું ને ભાઈલાલ નહીં હોઈએ ત્યારે મારી વહુએ ય આમ જ અમારું ખેતર વેચવા જવું પડશે ને? ખેતર રાખ્યા વિના એની કિંમતની રકમ વગર વ્યાજે ધીરી નરોત્તમકાકા સુખનો ઓડકાર ખાય છે. પારકાનાં દુ:ખને પોતીકાં કરનારા નરોત્તમકાકાનું પ્રતીતિકારક પાત્રનિરૂપણ ધ્યાન ખેંચે છે.
ર.