ગુજરાતી નારીસંપદા : કવિતા/મશાલ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
મશાલ

સુહાસ ઓઝા

એક સ્ત્રીએ
મનના માનેલાના પથે
પ્રકાશ પાથરવા
જીવનભર
પાલવ નીચે દીવો ઢાંકી
તેને પગલે પગલું ધરીને,
અંતહીન, અંધારી, તોફાની રાતે
ચાલ્યા કર્યું, ચાલ્યા જ કર્યું...
પવનના ઝપાટે
પાલવ એ સળગી ઊઠ્યો
પણ
આગળ જતા પુરુષે
પળભર માટે પણ
પાછા વળી જોયું સરખું નહિ.
અને
એ સ્ત્રી
દિપશિખા મટી
મશાલ બની ગઈ.

***