ગુજરાતી નારીસંપદા : કવિતા/વાયરા લખતા નથી વાદળ ઉપર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
વાયરા લખતા નથી વાદળ ઉપર

સ્વાતિ નાયક

ઝંપલાવી દે પ્રથમ કાગળ ઉપર,
જે થશે જોયું જશે આગળ ઉપર.

ગીતને તું સાંભળે પૂરતું નથી,
વાયરા લખતા નથી વાદળ ઉપર.

તું જ તારું ‘તું’પણું ગોખ્યાં કરે,
સૂર્ય જો, ઊતરી શકે ઝાકળ ઉપર.

મારું શૈશવ ડૂસકે એથી ચડ્યું,
જાન આવી ને ઊભી ભાગળ ઉપર.

શ્વાસની આ આવ-જા નિર્જીવ છે,
જીવતાં હોવું નભે ખળભળ ઉપર?

***