ગુજરાતી નારીસંપદા : કવિતા/સ્ત્રી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
સ્ત્રી

તન્વી ટંડેલ

ભરતી-ઓટમાં નૌકા લઈ અડીખમ ઊભી રહેનારી
સંઘર્ષોનો સામનો કરવા હંમેશ હિંમત દાખવનારી
પરિવારની ઇજ્જત દરેક સંજોગોમાં સાચવનારી
મેકઅપ કરી ગોગલ્સ પહેરી આંસુને છીપાવનારી
હૃદયમાં દરેક કડવા વેણ સંગ્રહી સહનશીલતાની મૂર્તિ બનનારી
મૌન થકી ગુસ્સાને પણ દબાવવાની હંમેશ છે તૈયારી
પરિસ્થિતિનો તાગ મેળવી નવા પગલાં કંડારનારી
સર્જન-વિસર્જનમાં સૌથી મોટો ભાગ હું ભજવનારી
બુદ્ધિ મારી પગની પાનીએ એમ પણ સાંભળનારી
પુરુષ પ્રધાન સમાજમાં મારું અસ્તિત્વ ટકાવનારી
સઘળા ક્ષેત્રમાં સર્વોચ્ચ શિખર સર કરનારી
પ્રેમ, કરુણા, ક્ષમા, સુંદરતાના આભૂષણ સજનારી
સ્વાર્થ ખાતર અન્યોના, બલિદાન આપવાની પણ તૈયારી
પુત્રી, પત્ની, માતા ત્રણેય સંબંધમાં આધારસ્તંભ બનનારી
તારણહારી, બલિહારી - છતાં જખમો અનેક સહેનારી
કર્તવ્યની કેડી ઉપરથી પાછળ કદી ના હઠનારી
શક્તિનો સ્ત્રોત બની ઝંઝાવાતો સામે ઝઝૂમનારી
નારી હું નારી, સૌ મારા પર જાય વારી વારી.

***