ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/સ્વરૂપ, સિદ્ધાંત અને વિવેચન

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૪. ભાષાવિજ્ઞાન અને ગુજરાતી ભાષા
૪. ક. સ્વરૂપ, સિદ્ધાંત અને વિવેચન

ત્રિવેદી, ગિરીશકુમાર રમણિકલાલ
શીર્ષક : ઈ.સ. ૧૩મી અને ૧૪મી શતાબ્દીનાં સાહિત્યિક સાધનોમાંથી પ્રાપ્ત થતા પ્રાચીન ગુજરાતી ભાષાના વ્યક્તિ-નામોનું ભાષાકીય દૃષ્ટિએ અધ્યયન
માર્ગદર્શક : પ્રભાશંકર તેરૈયા
સૌરાષ્ટ્ર, ૧૯૮૯. પૃષ્ટ સંખ્યા : ૪૫૦
પ્રસ્તુત મહાનિબંધનાં આરંભમાં સંશોધકે નામનો મહિમા વર્ણવી, નામકરણમાં પેટર્ન અને વ્યક્તિત્વ વિશેની સમજૂતી આપી છે. ત્યારબાદ નામોની યાદી રજૂ કરી નામોને ભાષા અને સંસ્કૃતિને જોડતી કડી તરીકે સાબિત કરી છે. ગુજરાતીમાં સ્થળ-નામો અંગેનું કાર્ય સમજાવી વ્યક્તિનાં નામોનું મહત્ત્વ આલેખ્યું છે અને વ્યક્તિનામો એકઠાં કરવા માટેની સાધન સામગ્રી વિશે જણાવ્યું છે. ત્યારબાદ નામોનું બંધારણીય દૃષ્ટિએ ઘટકદૃષ્ટિએ વર્ગીકરણ કર્યું છે. મહાનિબંધનાં અંતમાં સંશોધકે વ્યુત્પતિવિચાર રજૂ કરીને વ્યક્તિનામોનો ઐતિહાસિક દૃષ્ટિએ અભ્યાસ અને સંસ્કૃતિક દૃષ્ટિએ અધ્યયન કર્યું છે.

દવે, ત્ર્યંબકલાલ એન. ૧૮૯૭-૧૯૮૮
શીર્ષક : ૧૬મી સદીની ગુજરાતી ભાષાનું અધ્યયન, નન્નસૂરીકૃત ‘ઉપદેશમાલા બાલાવબોધ’ની પાયવાચનાના આધારે.
(અંગ્રેજી), લંડન યુનિ., ૧૯૩૧,
પ્રકા. રોયલ એસિયાટિક સોસાયટી, લંડન, ૧૯૩૫

પરીખ, પ્રવીણચંદ્ર ચીમનલાલ, ૧૯૩૭
શીર્ષક : ગુજરાતીમાં બ્રાહ્મીથી નાગરી સુધીનો લિપિવિકાસ
(ઈ. સ. ૧૫૦૦ સુધીનો)
ગુજરાત, ૧૯૬૬.
પ્રકા. ૧૯૭૪, પૃ. ૪૪+૩૦૨

પંડિત, પ્રબોધ બેચરદાસ, ૧૯૨૩-૧૯૭૫
શીર્ષક : ૧૪મી સદીની ગુજરાતી ભાષાનો અભ્યાસ અને તરૂણ પ્રભાચાર્યકૃત ‘ષડાવશ્યક બાલાવબોધવૃત્તિ’ની વિવેચનાત્મક આવૃત્તિ
(અંગ્રેજી), લંડન યુનિ. ૧૯૪૯. પ્રકા. તરૂણપ્રભાચાર્યકૃત ‘ષડાવશ્યક બાલાવબોધવૃત્તિ’. ૧૯૭૬, પૃ. ૩૨+૩૮+૨૩૩+૬૨.

ભંડારી, અરવિંદ વિષ્ણુ
શીર્ષક : ગુજરાતી અને મરાઠી ભાષાનો તુલનાત્મક અભ્યાસ, અન્યોન્ય વિશ્લેષણની દૃષ્ટિએ
(અંગ્રેજી), ગુજરાત, ૧૯૭૯
માર્ગદર્શક : યોગેન્દ્ર વ્યાસ

પ્રા. વ્યાસ, ચંપૂ (ચન્દ્રકાન્ત, પૂંજાલાલ) ૧૯૩૯–
શીર્ષક : વીસમી સદીના પૂર્વાર્ધની ગુજરાતી ભાષા વિચારણા. હિંમતલાલ અંજારિયાની ભાષાવિચારણાના સંપાદન સહિત
માર્ગદર્શક : પ્રિ. ડૉ. દિલાવરસિંહ જાડેજા, સરદાર પટેલ, ૧૯૭૯
આ મહાનિબંધમાં ગુજરાતી ભાષા વિચારણાનો સંકલિત અભ્યાસ રજૂ કરીને ૧૯૫૦ સુધીની ગુજરાતી ભાષાવિચારણાની ઐતિહાસિક આલોચના કરવાનો અને એના અનુસંધાનમાં ‘સ્વ. હિંમતલાલ અંજારિયાની ભાષા-વિચારણા’નું સંપાદન કરવાનો ઉપક્રમ રાખ્યો છે. નર્મદયુગની ભાષાવિચારણાની પૂર્વપીઠિકા દર્શાવી એ પછીની ભાષાવિચારણાને લક્ષ્યમાં રાખી સંશોધનકાર્ય થયું છે.