ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદયચંદ્ર-૧ ઉદો ઋષિ
Jump to navigation
Jump to search
ઉદયચંદ્ર-૧/ઉદો(ઋષિ) [ઈ.૧૫૬૧માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. પાર્શ્વચંદ્રના શિષ્ય. ૮૪ કડીના ‘સનત્કુમાર-રાસ’ (૨. ઈ.૧૫૬૧/સં. ૧૬૧૭, શ્રાવણ સુદ ૧૩; મુ.) અને ૬૯ કડીના ‘હરિકેશીબલ-ચરિત્ર’ના કર્તા. ‘જૈન ગૂર્જર કવિઓ’ ‘ઉદયકર્ણ’ એવું અપરનામ આપે છે, પરંતુ એને માટે કશો આધાર આપ્યો નથી. કૃતિ : ષટ્ દ્રવ્ય નય વિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. જૈન હઠીસિંગ સરસ્વતી સભા, સં. ૧૯૬૯. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [હ.યા.]