ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કૃષ્ણોદાસ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કૃષ્ણોદાસ-૧ [ઈ.૧૬૧૭માં હયાત] : આખ્યાનકાર, શિવદાસના પુત્ર. લૂણુના ખડાયતા. ૧૩ કડવાંના ‘સુદામા-ચરિત’ (૨.ઈ.૧૬૧૭/સં.૧૬૭૩, ભાદરવા સુદ ૯, શનિવાર)ના કર્તા. બધા સંદર્ભો કર્તાનામ ‘કૃષ્ણદાસ’ જણાવે છે પણ કાવ્યમાં કવિનામછાપ ‘કૃષ્ણોદાસ’ છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨;  ૨. કદહસૂચિ; ૩. ગૂહાયાદી. [ચ.શે.]