ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કેસરવિજય-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કેસરવિજય-૨ [ઈ.૧૮મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. લક્ષ્મીવિજયના શિષ્ય અને લબ્ધિવિજય (ઈ.૧૭૫૪માં હયાત)ના ગુરુ. ૮ કડીના ‘સિદ્ધચક્ર-સ્તવન’(મુ.), ૧૫ કડીની ‘ગુરુ-સ્તુતિ’ તથા તીર્થંકરો પરનાં તેમ જ અન્ય વિષયો પરનાં સ્તવનોના કર્તા. કૃતિ : ૧. જિગુસ્તમાલા; ૨. જૈકાપ્રકાશ:૧. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી. [ક.શે.]