ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/ક્હાનદાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ક્હાનદાસ : આ નામે ‘આણું’(પદ), કુંડલિયા, ગણપતિસ્તુતિનાં ૪ પદ, ‘રાસનું ધોળ’, ‘હિંગુલામંત્રચરિત્ર છંદ’ અને ‘હોલાહોલીનું આખ્યાન’ નોંધાયેલાં છે તે કયા ક્હાનદાસ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. આ ઉપરાંત સં. ૧૮મી સદીમાં થયેલા ક્હાનદાસ નામે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ નોંધાયેલા છે તે અન્ય ક્હાનદાસથી જુદા છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પુગુસાહિત્યકારો;  ૩. ગૂહાયાદી. [ર.સો.]