ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભગવાનદાસ-૨
Jump to navigation
Jump to search
ભગવાનદાસ-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : વૈષ્ણવ. આ કવિની વલ્લભવંશ અંગેની ચરિત્રાત્મક કૃતિ ‘ગોકુલની શોભા’માં ઈ.૧૬૦૭માં જન્મેલા ગોકુલાલંકારજીના બાલ્યનો ઉલ્લેખ છે એ પરથી કૃતિ એ સમયની આસપાસ રચાઈ હોવાનું કહી શકાય. ૩૬ કડીના આ ધોળ કાવ્યનો કેટલોક અંશ મુદ્રિત છે. કૃતિ : કવિચરિત : ૧-૨ (+સં.). સંદર્ભ : ગુસારસ્વતો. [ર.સો.]