ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભવાનીદાસ
Jump to navigation
Jump to search
ભવાનીદાસ : આ નામે ‘પ્રભાતિયાં’ (લે.ઈ.૧૮૬૦) તથા પદ મળે છે. ભોવાનીદાસ નામછાપવાળી ‘જોગણી’ શીર્ષકથી માતાજીની સ્તુતિ મળે છે ત્યાં કર્તાનામ ‘ભવાનીદાસ’ હોવા વધુ સંભવ છે. આ બધી કૃતિઓના કર્તા કયા ભવાનીદાસ છે તે નિશ્ચિત થતું નથી. આમાંનાં કોઈક પદ ભવાનીદાસ-૩નાં હોવાની સંભાવના છે. સંદર્ભ : ૧. સત્સંદેશ શક્તિઅંક, -; ૨. ગૂહાયાદી; ૩. ફૉહનામાવલિ. [શ્ર.ત્રિ.]