ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રૂપવિજ્ય-૧
રૂપવિજ્ય-૧ [ઈ.૧૭૫૯ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. વિનયવિજ્ય(ઉપાધ્યાય)ના શિષ્ય. આ કવિની કૃતિઓમાં, રાજુલની ઊર્મિની ઉત્કટતાને અસરકારકતાથી આલેખતો ૧૯ કડીનો ‘નેમ રાજુલલેખ/નેમિજિન રાજિમતીલેખ/રાજુલનો પત્ર’ (લે.ઈ.૧૭૫૯; મુ.), સળંગ ચોપાઈબંધમાં રચાયેલી ‘ચૈત્યવંદન-ચોવીસી’(મુ.), ૩ કડીનું ‘શાશ્વતા જૈનોનું ચૈત્યવંદન’(મુ.) તથા ઘડપણ, શિખામણ, નવકારવાલી, નંદિષેણમુનિ, સોળ સતી, ચિત્ત બ્રહ્મદત્ત પરની સઝાયો (સર્વ મુ.) અને ૨૬ કડીનું ‘ચતુવિંશતિ જિન-નમસ્કાર’, ‘સાધારણજિન-સ્તવન’ તથા ૫ કડીનું ‘નેમનાથ-સ્તવન’ મળે છે. કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. જિભપ્રકાશ; ૩. જિસ્તકાસંદોહ : ૨; ૪. જૈસમાલા(શા) : ૨; ૫. જૈસસંગ્રહ(જૈ); ૬. પ્રાસ્તસંગ્રહ; ૭. લઘુ ચોવીશી વીશી સંગ્રહ, પ્ર. શા. કુંવરજી આણંદજી, સં. ૧૯૯૫; ૮. સજઝાયમાલા(શ્રા) : ૧. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.સો.]